સુરત પોલીસ દ્વારા રાત્રિ મેગા કોમ્બિંગ (Surat Police Night Combing) કરવામાં આવ્યું હતું. સુરત સહિત ગુજરાતના તમામ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરત PCB, DCB, SOG દ્વારા અને સ્થાનિક પોલીસ (Surat Police Patrol) દ્વારા કોમ્બિંગ હાથ ધરાયુ હતું. 2500 જેટલા પોલીસ જવાનો સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. 5000 થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી કરી ચાકુ,છરી,લાકડાના ફટકા લઈ ફરતા 138 ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.થોડા સમયથી નબીરાઓ બેફામ બન્યા છે. જેના કારણે હવે પોલીસ પણ તેમના પર ધુવડની જેમ નજર રાખી રહી છે. તારીખ 31 ડિસેમ્બરને લઇને ગુજરાત પોલીસ (Gujarat Police) સતત ધ્યાન રાખી રહી છે.
ત્રિપલ મર્ડરની ઘટના ન્યુ ઇયર અને સુરતના અમરોલી વિસ્તારમાં ત્રિપલ મર્ડરની ઘટના(Triple Murder Incident Surat) બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી. સુરત પોલીસ દ્વારા રાતે 9 થી 12 સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ (Surat Police Night Combing) હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે 2500 જેટલા પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી કોમ્બીગની કામગીરી હાથ ધરવામાં(Crime in Surat) આવી હતી .આવાસ, પાંડેસરા, લીંબાયત, ઉધના, સચિન, સચિન જીઆઈડીસી, કતારગામ, વરાછા, ચોકબજાર,લાલગેટ, હજીરા, ડીંડોલી તેમજ અન્ય પોલીસ સ્ટેશન(Surat Police Station) વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરી 5 હજાર જેટલા શંકાસ્પદ ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો પૂર્વ પત્નીને HIV બ્લડ ઇન્જેક્શન મારી મોતને ઘાટ ઉતારવાની આશંકા
પોલીસે શું કાર્યવાહી કરી
- એમવી એક્ટ 207 [વાહન ડીટેઈન] - 232
- જીપીએક્ટ 134 [ચાકુ,છરી, લાકડી ફટકાના કેસો-138
- સીઆપીસી 107,151 -120 કેસ
- સીઆપીસી 110- ઈજી- 41 કેસ
- પ્રોહીબીશન - 161
- જુગાર - 5 કેસ
- તડીપાર ભંગના 15-કેસ
- ટપોરી ચેક - 125
- ટ્રાફિક સ્થળ દંડ - 35900
- વાહન ચેક - 2208
- હોટેલ ચેક - 118
- ભાડુંઆત ચેક - 262
- નાસ્તા ફરતા આરોપી ચેક - 62
- જમીન પર છુટેલા આરોપી ચેક-39
- શંકસ્પદ સ્થળો ચેક - 96
- વાઈટલ ચેક - 24
- એટીએમ ચેક - 133
- શંકાસ્પદ ઈસમો ચેક - 220
- સિક્યુરીટી ચેક - 145
- ઘરફોડ ચોરી આરોપી 42
- દારૂ પી ને વાહન ચલાવવાના કેસો - 3
- પેરોલ ફલો- 6
- પ્રોહીબીશનની પ્રવુતિ અવાર નવાર કરતા ઈસમોના અટકાયતી પગલ 5