ETV Bharat / state

ખાખી દેવદૂત બની: ઍમ્બ્યુલન્સ ન આવી ત્યાં સુધી યુવાનનું હાર્ટ પંપીગ કરી બચાવ્યો જીવ

સુરતમાં એસવીએનઆઈટી સર્કલ પાસે(Surat SVNIT Circle)એક રાહદારીને ખેચ આવતા તે નીચે પટકાયો હતો. તેને ગંભીર ઈજાઓ થઇ હતી. હાજર પોલીસ કર્મચારી અને ટ્રાફિક જવાને તાત્કાલિક ત્યાં તેને છાતી ઉપર પંપીગ કરી સમય સુચકતા વાપરી રાહદારીને 108ની મદદથી હોસ્પિટલ ખસેડી તેનો જીવ બચાવ્યો હતો.

ખાખી દેવદૂત બની: ઍમ્બ્યુલન્સ ન આવી ત્યાં સુધી યુવાનનું હાર્ટ પંપીગ કરી બચાવ્યો જીવ
ખાખી દેવદૂત બની: ઍમ્બ્યુલન્સ ન આવી ત્યાં સુધી યુવાનનું હાર્ટ પંપીગ કરી બચાવ્યો જીવ
author img

By

Published : Jun 24, 2022, 4:17 PM IST

સુરત: શહેરમાં ખાખી વરદી એક રાહગીર માટે દેવદૂત બની છે. સામાન્ય રીતે પોલીસની છબી(Surat police personnel)સમાજમાં ઘણા બધા કારણોસર સારી ઉપસતી નથી. તેના ઘણા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. પરંતુ એ જ પોલીસ પૈકી(Surat Police)કેટલાક કર્મચારીઓ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી નિભાવતા હોય છે તેવા પણ અનેક ઉદાહરણો આપણી સામે આવતા રહે છે. એવો જ એક કિસ્સો આજરોજ સુરત શહેરમાં જોવા મળ્યો હતો.

ખાખી

આ પણ વાંચોઃ વડોદરાની સ્કૂલમાં આગ લાગતા આ રીતે કરાયું રેસ્ક્યૂ, જૂઓ વીડિયો...

યુવક બેભાન થઈ ગયો હતો - સુરત શહેર ટ્રાફિક શાખાના રીજીયન-3 માં ફરજ બજાવતા લોકરક્ષક જીતેશકુમાર જીવાભાઈ એસવીએનઆઈટી સર્કલ પાસેથી (Surat SVNIT Circle)પસાર થતા હતા. આ દરમિયાન લોકરક્ષક દળના જવાનોની બાઈક(Police personnel save pedestrian life) ખરાબ થતા એસવીએનઆઈટી સર્કલની બાજુમાં આવેલ ગેરેજમાં બાઈક રીપેરીંગ કરાવતા હતા. તે વખતે એક રાહદારી દોડીને રસ્તો ક્રોસ કરતા હતા. તેને અચાનક ખેંચ આવતા નીચે પડી ગયો હતો. યુવક રસ્તા ઉપર એટલા જ જોરથી પટકાયો હતો કે માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. માથાના ભાગેથી ખૂબ લોહી નીકળતા યુવક બેભાન થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ Shala Praveshotsav 2022: ભૂલકાંઓના અવાજથી ગૂંજી ઊઠી શાળાઓ, પ્રથમ દિવસે આટલા બાળકોને મળ્યો પ્રવેશ

સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો - લોકરક્ષક જીતેશકુમાર જીવાભાઈની નજર રોડ ક્રોસ કરીને રસ્તા ઉપર પડેલા યુવક ઉપર જતાં જ ઈજા પામનાર પાસે તાત્કાલિક દોડી તેને આંખના ભાગે તથા માથાના ભાગે લોહી નીકળતું જોઈને. સમય સુચકતા વાપરી તેને જરૂરી સારવાર અર્થે ઈમરજન્સી 108માં કોલ કરી બોલાવી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યો હતો.થોડા સમય જાણે યુવકે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હોય તેવું જણાતા તેમણે તાત્કાલિક છાતીના ભાગે દબાણ આપવાનું શરૂ કર્યુ હતું. જેથી કરીને તેના હૃદયના ધબકારા પહેલા જેવા શરૂ થઈ જાય. થોડીવાર સતત પ્રયત્ન કર્યા બાદ અન્ય એક રાહદારી પણ ત્યાં આવી ગયો હતો અને લોકરક્ષક દળના યુવાન દ્વારા તેના હૃદયમાં ઉપર સતત સંપર્ક કરતા થોડા સમય માટે યુવક હોશમાં આવી ગયો હતો ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.