સુરત : સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ પોતાની ચેમ્બરમાંથી પોલીસ કર્મચારીઓને આદેશ આપી સંતોષ માનતા હોય છે. પરંતુ હાલ કોરોના વાયરસના પગલે સતત બે માસથી ચાલી રહેલા લોકડાઉનમાં ધમધોખતા તાપ અને કાળઝાળ ગરમી વચ્ચે પણ પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ ખડેપગે નિભાવી રહ્યાંં છે.
તેવામાં પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા તેમજ મનોબળ વધારવા જાતે સુરત પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ પોતાનો કિંમતી સમય કાઢી એક કલાક જેટલો સમય શહેરના અલગ અલગ પોઇન્ટ ફાળવી રહ્યા છે.એક પોલીસ અધિકારી તરીકે કર્મચારીઓને ફરજ દરમ્યાન પડતી હાલાકી જાણવા પણ કમિશનર દ્વારા આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.