સુરત: સિનિયર સિટીઝનના ઘરે નોકરી કરી ત્યાબાદ ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયેલા દંપત્તિ બિહારથી ઝડપાયા છે. આ દંપત્તિ સુરતના અલગ અલગ વિસ્તારમાં નોકર તરીકે ઘરકામ કરતા હતા અને ત્યારબાદ ઘરોમાં નોકરી કરી નાસી જતા હતા. પોલીસે વેશ પલટો કરીને બિહારના ભાગલપુર જિલ્લા થી આ બંને દંપત્તિની ધરપકડ કરી હતી. વેશુ અને ખટોદરા બે પોલીસ મથક વિસ્તારમાં બે ચોરીની ઘટનાને અંજામ આપ્યા. જ્યારે સાસુને વોન્ટેડ જાહેર કર્યા છે.
ફેરિયાનો વેશઃ સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરીને ઘરમાં ચોરી કરનાર દંપતીને ખટોદરા પોલીસની ટીમે ઝડપી પાડી છે. ખટોદરા પોલીસ બિહાર જિલ્લાના ભાગલપુર ખાતે જઈ ફેરીયાનોવેશ ધારણ કરી આ બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ખટોદરા અને વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે.
ચોક્કસ બાતમી હતીઃ સુરતમાં ખટોદરા પોલીસની ટીમને માહિતી મળી હતી કે સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરી ઘરમાં ચોરીની ઘટના ને અંજામ આપનાર આ બંને આરોપીઓ બિહારના ભાગલપુર જિલ્લા ખાતે રહી ગયા હતા. આ બાતમીના આધારે પોલીસે બંનેની તપાસ હાથ ધરી હતી. પાંચ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બંને આરોપી પહાડ ઉપર રહે છે જેથી પોલીસ ક્યાં પહોંચી હતી. પોલીસને આશંકા હતી કે તેમને જોઈ આરોપીઓ નાસી જશે.
બંને આરોપીઓની ધરપકડ કરવા માટે સુરતથી પોલીસની ટીમ બિહાર રવાના થઈ હતી આ લોકોને પકડવા માટે પોલીસે ફેરિયા નો પણ વેશ ધારણ કર્યો હતો. આ બંને આરોપીઓ સિનિયર સિટીઝનના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા આ બંને દેશો અને ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલ બે ચોરીની ઘટનાને પણ અંજામ આપી ચૂક્યા છે. જ્યારે તેમની સાસુ સુંદરીબેન આ સમગ્ર ઘટનામાં વોન્ટેડ છે જેની શોધખોળ પોલીસ કરી રહી છે.---ઝેડ.આર.દેસાઈ (એસીપી, સુરત)
રેકી કરીને ધરપકડઃ જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ફેરિયાનો વેશ ધારણ કર્યો હતો અને બે દિવસ રેકી કરીને આરોપીઓની ધરપકડ કરી હતી.ખટોદરા પોલીસની ટીમે ફેરિયાનો વેશ ધારણ કરીને ઘરઘાટી તરીકે કામ કરી ચોરી ઘટનાને અંજામ આપનાર આરોપી રામજી શાહ અને તેની પત્ની પૂજાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ બંનેને સુરત લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં તેમને પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓએ વેશુ અને ખટોદરા બે પોલીસ મથક વિસ્તારમાં બે ચોરીની ઘટનાને અંજામ આપ્યા છે.