ETV Bharat / state

સુરત પોલીસ પોતાના જ વિભાગના હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવા થઈ મજબૂર, જાણો કેમ...

સુરત: પુણેના હીરા વેપારીને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરનાર ટોળકીના માસ્ટર માઈન્ડ આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલને આખરે સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ અને તેની ટોળકીએ વેપારી પાસેથી 70 હજાર રૂપિયા પડાવી લીધા હતા. પુણે પોલીસ મથકમાં એક મહિલા દ્વારા વેપારીને ફ્લેટમાં બોલાવીને અંગત પળોના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપતા ફરિયાદ કરવામાં આવી હતી. અગાઉ આ પ્રકરણમાં મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ થઈ હતી.

સુરત
author img

By

Published : May 17, 2019, 6:01 PM IST

સુરત પોલીસ આજે પોતાના જ વિભાગના પોલીસ હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવા મજબૂર થઈ છે. સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ચૌહાણ પર આરોપ છે કે, તેણે એક મહિલા સહિત બે લોકો સાથે મળીને હીરા વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો અને બ્લેકમેલ કરી 70 હજાર પડાવી લીધા હતા. આ અંગે હીરા વેપારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, અક્ષર ટાઉનશીપમાં એક ફ્લેટમાં વેપારીને મહિલાએ શરીર સુખ માણવા બોલાવ્યો હતો. ત્યારબાદ અંગત પળોના ફોટો અને વીડિયો બનાવી લીધા હતા. ત્યારબાદ બાદ એક ઇસમ પોલીસ યુનિફોર્મમાં અન્ય 3 લોકો સાથે આવીને હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર વેપારીને ધમકી આપી કેસ કરી દેવાની ધમકી આપી હતી.

સુરત પોલીસ પોતાના જ વિભાગના હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવા થઈ મજબૂર, જાણો કેમ...

આ યુનિફોર્મમાં આવેલા જીતેન્દ્રને જોઈને હીરા વેપારી ગભરાઈ ગયો હતો. પોતાની ઈજ્જત બચાવવા માટે તેણે તાત્કાલિક પહેલા 60,000 અને પછી 10,000 એમ 70,000 રોકડા રૂપિયા આપી દીધા હતા. પરંતુ 70,000 મળ્યા બાદ પણ આ ગેંગ ફરીથી રૂપિયાની માગ ચાલુ રાખતા આખરે તેમના બ્લેકમેઇલિંગથી ત્રસ્ત વેપારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી હેડ કોન્સ્ટેબલ મહિધરપુરા પોલિસ મથકમાં ફરજ બજાવે છે. આગાઉ આ મામલે પુણે પોલીસ મહિલા સહિત ત્રણની ધરપકડ કરી ચુકી છે, જ્યારે આરોપી જીતેન્દ્રની ધરપકડ બાકી હતી અને આખરે પોલીસને પોતાના જ વિભાગના પોલીસકર્મીની ધરપકડ કરવાની ફરજ પડી હતી. પોલીસે એક આરોપીની જેમ જ પોતાના ફરાર પોલીસકર્મીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

R_GJ_05_SUR_17MAY_POLICE_ARREST_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : પુણાના હીરા વેપારીને હની ટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરનાર ટોળકીના માસ્ટર માઈન્ડ આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલને આખરે સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ અને તેની ટોળકીએ વેપારી પાસે થી 70 હજાર રૂપિયા પડાવી લીધા હતા. પુણા પોલીસ મથકમાં એક મહિલા દ્વારા વેપારીને ફ્લેટમાં બોલાવી અંગત પળોના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપતા ફરિયાદ કરવામાં આવી હતી. અગાઉ આ પ્રકરણમાં મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ થઈ હતી અને હવે હનીટ્રેપના માસ્ટર માઈન્ડ બ્લેક મેલર પોલીસ કોન્સ્ટેબલ પોલીસના હાથે ઝડપાયો છે.

સુરત પોલીસે આજે પોતાના જ વિભાગના પોલીસ હેડ કોન્સ્ટેબલ ની ધરપકડ કરવા મજબૂર થઈ છે. સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ચૌહાણ ઉપર આરોપ છે કે તેણે એક મહિલા સહિત બે લોકો સાથે મળી હીરા વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો અને બ્લેકમેલ કરી 70 હજાર પડાવી લીધા હતા. હીરા વેપારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે અક્ષર ટાઉનસીપીમાં એક ફ્લેટમાં વેપારીને મહિલાએ શરીર સુખ માણવા બોલાવ્યો હતો. ત્યાર બાદ અંગત પળોના ફોટો અને વિડીયો બનાવી લીધા હતા. ત્યારબાદ બાદ એક ઇશમ પોલીસ વરદીમાં અન્ય ત્રણ લોકો સાથે આવી જાય છે અનેહેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર વેપારી ને ધમકી આપી કેસ કરી દેવાની ધમકી આપી હતી 

વરદીમાં આવેલા જીતેન્દ્ર ને જોઈ હીરા વેપારી ગભરાઈ ગયો હતો. પોતાની ઈજ્જત બચાવવા માટે તેણે તાત્કાલિક પહેલા 60 હજાર  અને 10 હજાર એમ 70 હજાર રોકડા રૂપિયા આપી દીધા હતા. પરંતુ 70 હજાર મળ્યા બાદ પણ આ ગેંગ ફરીથી રૂપિયાની ડિમાન્ડ ચાલુ રાખતા આખરે તેમના બ્લેકમેલથી ત્રસ્ત વેપારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોધવી હતી. આરોપી હેડ કોન્સ્ટેબલ મહિધરપુરા પોલિસ મથકમાં ફરજ બજાવે છે. આગાઉ આ મામલે પુના પોલીસે મહિલા સહિત ત્રણ ની ધરપકડ કરી ચુકી છે જ્યારે આરોપી જીતેન્દ્રની ધરપકડ બાકી હતી અને આખરે તેના કુકર્મને કારણે પોલીસ ને પોતાના જ વિભાગના પોલીસકર્મીની ધરપકડ કરવાની ફરજ પડી હતી.. 

સુરત પોલીસનો એક જવાન આટલી નીચ કક્ષાનું કામ કરતા સુરત પોલીસની ઈજ્જતના પણ ધજાગરા ઉડ્યા છે.જોકે પોલીસે એક આરોપીની જેમ જ પોતાના ફરાર પોલીસ કર્મીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈટ :- પી એલ ચૌધરી ( એસીપી,સુરત પોલીસ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.