- 19.50 લાખના લૂંટના પ્રકરણમાં બે લોકોની ધરપકડ
- મહિધરપુરા પોલીસે આ પ્રકરણમાં તૌસીફ અને ગફાર શાહ (ગુડ્ડુ ભૈયા)ની ધરપકડ કરી
- ગફાર શાહ અને તૌસીફ બંને આ પહેલા પણ જેલ ગયા હતા
સુરત: પોલીસ ઝોન-2 મહિધરપુરા પોલીસના ડી-સ્ટાફની ટીમને એમ બાતમી મળી હતી કે, રામપુરા વિસ્તારમાં થયેલી 19.50 લાખની લૂંટ તૌશીફ અને ગફાર શાહ (ગુડ્ડુ ભૈયા)એ કરી છે. આ વાતની જાણ થતાં જ મહિધરપુરા પોલીસની ડિસ્ટાફની ટીમે તૌસીફ અને ગફાર શાહની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી કુલ 15.20 લાખની રકમ પોલીસે કબજે કરી છે. એમાંથી ગફાર પાસેથી 8.96.000 અને તૌસીફ પાસેથી 7.20.000ની રકમ મળી આવી.
2016 અને 2019માં બંને પર કેસ દાખલ થઈ ચુક્યા છે
ગફાર શાહ જે પહેલા તેલના વેપારી અસ્લમ પાસે હતો. એ માટે ગફાર શાહ અસ્લમના પૈસા ક્યાં આપવા જાય કઈ ગલીમાં આપવા જાય બધી જ ખબર હતી. આ વાતની જાણ તેણે પોતાના મિત્ર તૌસીફને જણાવતા બન્ને જણાએ લૂંટ કરી અને છરી મારીને ફરાર થઈ ગયા હતા. તૌસીફ પર આ પહેલા 2016માં ખટોદરામાં તેના વિરુદ્ધ કેસ દાખલ થાય છે અને 2019માં તેણે પાસ હેઠળ પણ મોકલવામાં આવ્યો હતો અને ગફાર શાહના વિરુદ્ધ પણ ગયા વર્ષે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે.