જહાંગીરપુરાના બે યુવકોની લાશ મળી આવવાના પ્રકરણમાં હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જહાંગીરપુરા પોલીસે ડબલ મર્ડરનો ગુનો નોંધ્યો છે. પ્રેમી સાથે મળી પતિની હત્યાનું કાવતરું યુવકની પત્ની ખુશ્બૂ પટેલે હતું. પતિ અને પ્રેમી વચ્ચે ઝપાઝપી ચાલી રહી હતી, તે દરમિયાન બંને તળાવમાં પડી ગયા હતા. મૃત પ્રેમી પર પતિની હત્યાનો ગુનો નોંધાયો છે. 20 ફૂટ ઊંડો તળાવ હોવાથી બંને ડૂબી ગયા હતા. કાવતરું રચવાના ગુનામાં પત્ની ખુશ્બુ પણ સંડોવાયેલી છે.
આ સમગ્ર ઘટનામાં જહાંગીરપુરા પોલીસે ડબલ મર્ડરનો ગુનો નોંધાયો છે. ખુશ્બૂની જહાંગીરપુરા પોલીસે અટકાયત પણ કરી લીધી છે. સોમવારના રોજ જહાંગીરપુરાના કોસમ ગામની સીમમાંથી પત્ની ખુશ્બુ પતિ કમલ પટેલ સાથે પિયરે જવા નીકળી હતી.જ્યાં રસ્તામાં આવેલ ગામની સીમમાં તળાવ પાસે લઘુશંકાના બહાને પતિ પાસે ગાડી ઉભી રખાવી હતી. જ્યાં પહેલાથી જ પ્રિ -પ્લાન મુજબ પત્ની ખુશ્બુનો પ્રેમી તુષાર પણ હાજર હતો.
પ્રિ - પ્લાન મુજબ પતિ કમલ પટેલને તળાવમાં ધક્કો મારી દેવાનો હતો. પ્રેમી તુષારે પ્રિ-પ્લાનિંગ મુજબ કમલ પટેલ જોડે ઝઘડો કરી તળાવમાં ધક્કો માર્યો હતો, પરંતુ કમલે પ્રેમી તુષારનો હાથ પકડી લેતા તે પણ તળાવમાં ગરકાવ થઈ ગયો હતો. પત્નીએ અકસ્માતનું અને બંને વચ્ચે ઝઘડાનું નાટક ઉભું કરી ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ફાયર વિભાગે લાશને બહાર કાઢતા બંનેની લાશને પી.એમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ દરમ્યાન બંનેના શરીર પર મળી આવેલા ઇજાના નિશાન અને પત્નીની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં ભેદ ઉકેલાઈ ગયો અને પત્નીએ જ પતિનો કાંટો કાઢી નાખવા પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.પ્રેમી પામવા પતિનો કાંટો કાઢવાનો પ્લાન પત્નીનો ઊંધો પડ્યો અને આખરે જેલ જવાનો વારો આવ્યો.