ETV Bharat / state

Surat Crime News : પાંડેસરા વિસ્તારમાં પ્રેમ લગ્નનો આવ્યો કરૂણ અંજામ, 19 વર્ષિય પતિએ કરી આત્મહત્યા - પ્રેમ લગ્નનો કરૂણ અંજામ

કહેવાય છે કે જોડી સ્વર્ગમાં બનતી હોય છે, પરંતુ પ્રેમ લગ્નો પૈકી અનેક નિષ્ફળ જતા હોય છે. આવી જ એક ઘટના સુરતના પાંડેસરામાં બની છે. પ્રેમ લગ્નના માત્ર 3 મહિનામાં જ 19 વર્ષિય પતિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પરિવારનો એક માત્ર આર્થિક સહારો છીનવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

19 વર્ષીયે યુવકે ગળેફાંસો લગાડી કરી આત્મહત્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 4:31 PM IST

Updated : Aug 23, 2023, 4:37 PM IST

Surat Crime News

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં 19 વર્ષીય યુવકે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યાનું મુખ્ય કારણ ઘરકંકાસને ગણવામાં આવી રહ્યું છે. હાલ આ મામલે પાંડેસરા પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પરિવાર શોકમાં ગરકાવઃ માત્ર 19 વર્ષની ઉંમરે યુવકે આપઘાત કરી લેતા સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પતિ પત્ની વચ્ચે સતત ઝઘડા આત્મહત્યાનું મૂળ કારણ માનવામાં આવે છે. પાંડેસરા વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટીમાં રહેતા 19 વર્ષીય અભય વિજય શ્રીવાસ્તવે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી. અભયના મૃતદેહનો કબ્જો લઈ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

આ ઘટના ગઈકાલે રાત્રે 10:00 કલાકની આસપાસ બની હતી. મૃતકની પત્ની પ્રિયા અભય શ્રીવાસ્તવે પોલીસ કંટ્રોલમાં આ બનાવ અંગે જાણ કરી હતી.પ્રિયા ઘરે આવી ત્યારે અભય પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો...દિનુભાઈ (પોલીસ કોન્સ્ટેબલ, પાંડેસરા પોલીસ સ્ટેશન)

લવ મેરેજનો કરૂણ અંજામઃ અભયે ત્રણ મહિના અગાઉ પરિવારની વિરૂદ્ધ જઈને સાથે કામ કરતી પ્રિયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.અભયના પિતાનું ચાર વર્ષ અગાઉ કુદરતી મૃત્યુ થયું હતું. પરિણામે પરિવારનો સમગ્ર ભાર અભય પર આવી પડ્યો હતો. તે ડાઈંગ મિલમાં કામ કરતો હતો. મિલમાં સાથે કામ કરતી પ્રિયા સાથે અભયે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નજીવનમાં વારંવાર કંકાસ થતા હતા.પરિણામે ત્રણ જ મહિનામાં આ પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્યો હતો.

  1. Surat Moradia Suicide Case: સરથાણાના મોરડીયા પરિવારના અંતિમ બે સભ્યોએ આપઘાત કરી લેતા સમગ્ર પરિવારનો અંત
  2. Vadodara News: યુનિ.ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, FSL મોબાઈલની તપાસ કરી કારણ શોધશે

Last Updated : Aug 23, 2023, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.