સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં 20મું અંગદાન કરવામાં આવ્યું છે. રામનવમીના પવિત્ર પર્વે અંગદાન મહાદાનના સૂત્રને સાર્થક કરતું ચૌહાણ પરિવારના 30 વર્ષીય સુનિલભાઈ ચૌહાણ જેઓનું થોડા દિવસ પહેલા માર્ગ અકસ્માત થયો હતો. જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ચાલુ સારવારમાં તેમને બ્રેઈનડેડ થતા તેમના પરિવાર દ્વારા અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
શું છે સમગ્ર વાત : ગત 27મીના રોજ રાત્રીના સમયે કીમ નજીક અણીતા આર્યન સ્કૂલ પાસેથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે માર્ગ પર અચાનક ભૂંડ આવી જતા ડિવાઈડર સાથે અથડાયા હતા. જેથી માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમને કિમની પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન તેમને તબીબોની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
અંગદાનની પ્રક્રિયા : ડોક્ટર દ્વારા તેમના પરિવારને અંગદાનની માહિતી આપવામાં આવી હતી. જેથી પરિવારજનોએ અંગદાન માટે સંમતિ બતાવતા ડોક્ટરો દ્વારા અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અમદાવાદની IKDRC-ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટરની ટીમ દ્વારા સુરત સિવિલ આવીને બ્રેઈનડેડ યુવકની બે કિડની, લીવરને અમદાવાદની IKDRC-ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવેલ છે.
આ પણ વાંચો : Surat News : એક જ દિવસે બે દર્દીના અંગદાનથી 10 લોકોનો જીવનમાં નવો પ્રકાશ
20મું અંગદાન : આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો.કેતન નાયકે જણાવ્યું કે, નવી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે રાતે 20મું અંગદાન કરવામાં આવ્યું હતું. જેમાં મૃતક સુનિલભાઈ રાઘવભાઈ ચૌહાણ જેઓ 30 વર્ષના હતા. તેઓનું ગત 27મીના રાત્રિના સમયે કીમ નજીક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતા કિમની પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જેઓને ગઈકાલે સાંજે તબીબો દ્વારા તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો : બ્રેઇનડેડ દર્દીના અંગદાનથી ત્રણ દર્દીને નવજીવનની ભેટ મળી
પરિવારે શું કહ્યું : વધુમાં જણાવ્યું કે, બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. જેથી અમારા સિવિલ હોસ્પિટલના ડો.નિલેશ કાછડીયા હું અને સોટો ઓર્ગન ડોનેશનની ટીમ અને તબીબોઓએ પરિવારને અંગદાન અંગેની જાણકારી આપી હતી, ત્યારબાદ પરિવારજનોએ અંગદાન માટે તૈયારી બતાવતા અમે લોકોએ અંગદાનની પ્રકિયાઓ શરૂ કરી હતી. પરિવારે જણાવ્યું હતું કે, અમારૂ સ્વજન આ દુનિયામાં નથી રહ્યું, પણ તે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેતા હોય તો અંગદાન માટે ખુશીથી આગળ વધીએ અમે સ્વજનના અંગોના કારણે અન્યને જીવનદાન મળશે.ગઈકાલે રાતે જ અમદાવાદની IKDRC-ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટરની ટીમ દ્વારા સુરત સિવિલ આવીને બ્રેઈનડેડ યુવકની બે કિડની, લીવરનું દાન સ્વીકારીને અંગો અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.