સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બેચલર્સ ઓફ કોમર્સની પરીક્ષામાં મિત્રને પાસ કરાવવા માટે અન્ય વિદ્યાર્થીને મદદ કરવી ભારે પડી છે. મિત્રને પાસ કરાવવા માટે બહેનપણીએ પરીક્ષા ખંડની બારી પર ઉભા રહી બુકમાંથી જવાબ લખાવતા સીસીટીવી ફૂટેજમાં પકડાઈ હતી. બંનેને કોલેજ તરફથી જવાબ આપવા માટે બોલાવવામાં પણ આવ્યા હતા અને તેઓ નહીં આવતા તેમના પરીક્ષા પરિણામ રદ કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની ગેરરીતિઓમાં મદદ કરતા હોય છે. આ કિસ્સો છે જેમાં એક વિદ્યાર્થિની અન્ય વિદ્યાર્થીને પાસ કરાવવા માટે અલગ જગ્યાએ ઊભા રહીને અખાડા કરતા હતાં. એ સમયે વિદ્યાર્થિનીએ અસ્વીકાર કરતા ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. તે સાચું માલૂમ પડતા સીસીટીવી ફૂટેજના આધારે તે પરીક્ષા પરિણામ પણ રદ કરવામાં આવ્યું છે અને તેમને પણ 500 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે. કોલેજે રિપોર્ટ કર્યો હતો કે તેમને બોલાવવામાં આવ્યા હતાં પરંતુ તેઓ આવ્યાં નહોતાં. જેથી કોલેજ પાસે પરિણામ રદ કરવા સિવાય વિકલ્પ પર રહેતો નથી. પરીક્ષા ખંડોમાં સ્ક્વોડની સંખ્યા વધારવામાં આવી છે. સાથે આઇટીને ધ્યાનમાં રાખી સીસીટીવી ફૂટેજના આધારે અમે કેસો પુરવાર કરી રહ્યા છીએ....કિશોરસિંહ ચાવડા(વાઇસ ચાન્સલર,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી)
સીસીટીવી ફૂટેજની ચકાસણી : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવી જ રીતે પરીક્ષામાં ગેરરીતિ કરતા 400 વિદ્યાર્થીઓને ગેરરીતિ મામલે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી અને બોલાવવામાં આવ્યા હતાં. પરંતુ તેઓ નહીં આવતા 250 વિદ્યાર્થીઓને ઝીરો માર્ક્સ આપવામાં આવ્યા છે. સુરતના કોલેજોમાં સતત વધી રહેલી ગેરરીતિઓના કેસોને ધ્યાનમાં રાખી સજાની નવી જોગવાઈ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. હવે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષામાં બે વખત ગેરરીતિ કરતા પકડાશે તો પછી આખું પરિણામ રદ કરવામાં આવશે. એટલું જ નહીં છ મહિના સુધી પરીક્ષા પણ આપી શકશે નહીં.
ગેરરીતિ કેસમાં 400 વિદ્યાર્થીઓનું હિંયરીંગ : બીકોમમાં ભણતાં મિત્રને પરીક્ષા પાસ કરાવવા માટે તેની બહેનપણી પરીક્ષા ખંડની બારી પર ઉભા રહી પુસ્તકમાંથી જવાબ લખાવતી પકડાઈ હતી. બંનેને કોલેજ તરફથી બોલાવવામાં આવ્યા હતા તેઓ હાજર નહીં રહેતા તેમના પરિણામ રદ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ મુખ્ય જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ કરતા 400 વિદ્યાર્થીઓને પણ હિંયરીંગ માટે કોલેજમાં બોલાવવામાં આવ્યા હતા. પરીક્ષામાં આ લોકો ઓઢણી, હોલ ટિકિટ અથવા તો રૂમાલ તેમજ રાઇટીંગ પેડ પર જવાબ લખીને ગેરરીતિ આચરી હતી.
પરીક્ષા પરિણામ રદની સજા : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની માર્ચ, એપ્રિલ, મેમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની જૂન, જુલાઈ ઓગસ્ટમા પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે. આ પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરતા 400 જેટલા પરીક્ષાર્થીઓ પકડાયા હતાં. તેમાંથી 250 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેતા તેમને જે તે વિષયમાં શૂન્ય ગુણ આપવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ જો ગેરરીતિ કરતા પુનઃ પકડાય તો એમની સમગ્ર પરીક્ષા પરિણામ રદ કરવા આદેશ આપવામાં આવ્યા છે. સાથે જે લોકો ગેરહાજર છે તેમને પુનઃ બોલાવવામાં આવનાર છે. તેમાં પણ ગેરહાજર રહેશે તો તેમને જે તે પરીક્ષાનું શૂન્ય ગુણ મૂકવામાં આવશે. તેમજ જો પુનઃ પકડાયા હશે તો તેમના પણ પરીક્ષા પરિણામ રદ કરવામાં આવશે.