સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના બીકોમ સેમ 4ના 15 હજાર વિદ્યાર્થીઓનું બે વાર મૂલ્યાંકન બાદ પણ નાપાસ થયા છે. આ પહેલા પણ ઓનલાઇન મૂલ્યાંકનમાં પરિણામ માત્ર 22 ટકા આવતા ફરીથી મૂલ્યાંકનની માંગ કરાઇ હતી. જેમાં યુનિવર્સિટીએ ઓફલાઇન રિચેકિંગ કરાયું હતું. તેમાં પણ 22 હજારમાંથી 15144 વિદ્યાર્થી નાપાસ થયા હતાં.
22 હજારમાંથી 15144 વિદ્યાર્થી નાપાસ : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનાબીકોમ સેમ 4ના 15 હજાર વિદ્યાર્થીઓનું બે વાર મૂલ્યાંકન બાદ પણ નાપાસ થયા છે. આ પહેલા પણ ઓનલાઇન મૂલ્યાંકનમાં પરિણામ માત્ર 22 ટકા આવતા ફરીથી મૂલ્યાંકનની માંગ કરાઇ હતી. જેમાં યુનિવર્સિટીએ ઓફલાઇન રિચેકિંગ કરાયું હતું. ઑફલાઇન રિચેકિંગ પેપરમાં પણ પણ 22 હજારમાંથી 15144 વિદ્યાર્થી નાપાસ થયા હતાં.
ફરી પરીક્ષાની માગણી હતી : ત્યારબાદ બીકોમ સેમ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કુલપતિને આવેદન આપી રજૂઆત કરી હતી કે, જાહેર કરવામાં આવેલું સેમેસ્ટરનું પરિણામ 22 ટકા જ આવ્યું છે. ઉત્તરવહીનું ચેકિંગ ઓનલાઇન કરવામાં આવી રહ્યું છે. અમારી ઉત્તરવહી ઓફલાઇન પદ્ધતિથી થાય એવી અમારી માંગ છે. જે પછી ઓફલાઇન પધ્ધતિથી ઉત્તરવહી ચેક કરતાં 22038 માંથી 15144 વિદ્યાર્થીઓ નાપાસ થયા અને 5907 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એટલે પરિણામ 26.80 ટકા નીચુ આવ્યું છે.
યુનિવર્સિટીમાં એપ્રિલ મેમાં લેવાયેલી B.Com સેમ 4ની પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.જેમાં જે વિદ્યાર્થીઓના 10, 11, 12, 13, 14, જેવા માર્ક્સ હતા.તે વિદ્યાર્થીઓની યુનિવર્સિટીએ પોતાના ખર્ચે પેપરનું રિચેકિંગ કર્યું હતું.તેમાં ફરી પછી 4 ટકા જ પરિણામ આવ્યું હતું.નાપાસ થવાનું મુખ્ય કારણ એ છે કે, જે વિદ્યાર્થીઓનું આખો સમૂહ છે.તેઓ જયારે ધોરણ-12માં હતા ત્યારે કોરોના કારણે માસ પ્રમોશનને લીધે પાસ થયા હતા... ડો.કિશોરસિંહ ચાવડા(કુલપતિ, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી)
વિદ્યાર્થીઓની લખવાની પ્રેક્ટિસ છૂટી જવાનું કારણ : કુલપતિએ વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ આ તમામ વિદ્યાર્થીઓએ સેમ-1 2 અને 3માં એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષાઓ આપી હતી અને હવે સેમ 4માં તેઓ લખીને પરીક્ષાઓ આપી હતી. પરંતુ વિદ્યાર્થીઓની લખવાની પ્રેક્ટિસ છૂટી જવાને કારણે નાપાસ થયા હતા.અને આ જ વિદ્યાર્થીઓની રજુઆતના કારણે જૂની પદ્ધતિથી પરીક્ષાઓ લીધી હતી.તેમાં તેઓ પણ નાપાસ થયા છે.જે લોકો નાપાસ થયા છે તે વિદ્યાર્થીઓ હજી પણ પેપરનું રિચેકિંગ કરાવી શકે છે.