ETV Bharat / state

Surat News : ઓલપાડ તાલુકામાંથી શંકાસ્પદ ઘી પકડાયું, પાંચપચીસ કિલો નહીં 8000 કિલો ઘી જપ્ત

દિવાળીના દિવસોમાં મીઠાઈઓનો સ્વાદ માણતાં પહેલાં બેવાર વિચારજો અને આવા સમાચારોને યાદ કરી લેજો. સુરતના ઓલપાડમાંથી 8000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરત ગ્રામ્ય એલસીબી ટીમના દરોડામાં આ ઘી પકડાયું છે.

Surat News : ઓલપાડ તાલુકામાંથી  શંકાસ્પદ ઘી પકડાયું, પાંચપચીસ કિલો નહીં 8000 કિલો ઘી જપ્ત
Surat News : ઓલપાડ તાલુકામાંથી શંકાસ્પદ ઘી પકડાયું, પાંચપચીસ કિલો નહીં 8000 કિલો ઘી જપ્ત
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 8:33 PM IST

8000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

સુરત : દિવાળી સહિતના તહેવારોમાં નાગરિકોને જીવનજરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે તંત્ર સતર્ક બન્યું છે. ત્યારે ચોક્કસ બાતમીના આધારે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે ઓલપાડના માસમાં ગામે રેડ કરી મોટી માત્રામાં શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમારી ટીમને ચોક્કસ બાતમી મળતા જ અમારી ટીમે રેડ કરી હતી અને આ શંકાસ્પદ ઘી ઝડપી લીધું છે. ઘીની ગુણવત્તા વિશે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે...આર.બી. ભટોળ (પીઆઇ, સુરત ગ્રામ્ય એલસીબી )

મોટી માત્રામાં ઘીનો શંકાસ્પદ જથ્થો પકડાયો : સુરત જિલ્લામાં નકલી ઘી,નકલી દારૂ, નકલી મરી મસાલાઓની ફેકટરી કે ગોડાઉનો પકડાવું હવે જાણે સામાન્ય વાત બની ગઈ છે. કારણ કે થોડા થોડા દિવસે આ બ્રાન્ડેડ વસ્તુઓના નામે ચાલી રહેલ નકલી ફેકટરી - ગોડાઉન ઝડપાઈ રહ્યા છે. ત્યારે વધુ એક સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે મોટી માત્રામાં ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપી લીધો હતો.

દરોડો પાડ્યો ત્યારે ગોડાઉનમાં કોઇ ન હતું : સુરત ગ્રામ્ય એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના માસમાં ગામની GIDC વિસ્તારમાં આવેલ હની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉનમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ભર્યો છે.જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે રેડ કરતા હાજર કોઈ વ્યક્તિ મળી આવ્યું ન હતું. એલસીબીની ટીમે તાત્કાલિક FSL અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને બોલાવી શંકાસ્પદ ઘીના સેમ્પલ લીધા હતા.

એફએસએલ રીપોર્ટ કરાયા : ત્યારે FSL રીપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ શંકાસ્પદ ઘી ખાવાલાયક છે કે નહી. હાલ એલસીબીની ટીમે 50 લાખની કિંમતનું 8000 કિલો ઘી જપ્ત કરી આ ઘી ક્યાંથી આવ્યું અને કોણે મંગાવ્યું એ દિશામાં તપાસ હાથ ધરી છે.

  1. Jamnagar Food checking : જામનગર મહાનગરપાલિકા ફૂડ શાખા દ્વારા ચેકિંગ ડ્રાઇવ શરુ, ભેળસેળયુક્ત ઘીના નમૂના લેવાયા
  2. Duplicate Ghee: સુરતમાંથી ફરીવાર ડુપ્લીકેટ ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.