સુરત: કોઈ પણ નદીના શુદ્ધીકરણ માટે તંત્ર તરફથી કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. પણ જ્યારે વાત કામગીરી કરવામાં આવે ત્યારે પરિણામ ચોંકાવનારૂ જ હોય છે. સુરત શહેરમાં ગંદકીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે યુવાનો લોકોને જાગૃત કરી રહ્યા છે. જેના કારણે તાપી નદીમાં કચરો જમા ન થાય અને નદી સાફ તથા સુરક્ષિત રહે. આ અંગે જ્યારે સુરત મહાનગર પાલિકાના ઈજનેરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સફાઈ થતી હોવાની સ્પષ્ટતા કરી દીધી. જેમાં અધિકારી ચોખવટ કરે છે કે, 80 ઘન વેસ્ટ કચરો બહાર નીકળે છે.
અમારી પાસે બે ડિવિઝન મશીન છે. જે 12 ફેરા તાપી નદીમાં મારે છે અને દરેક મશીન થકી અમે 40 ઘન જે વેસ્ટેજ છે. તે બહાર કાઢીએ છીએ. જેમાં જલકુંભીનો પણ સમાવેશ થાય છે. એટલે 2 મશીન થકી 80 ઘન વેસ્ટજ તાપી નદીમાંથી પ્રતિદિન કાઢતા હોઈએ છીએ. હેલ્થ વિભાગ દ્વારા કચરો હટાવવામાં આવતો હોય છે. તાપી નદી અલગ અલગ ઝોન થી પસાર થાય છે. ઝોન વાઇસ ઓવારાથી કચરો હટાવવામાં આવતો હોય છે. તાપી નદી કિનારે લોકો પૂજા વિધિ કરવા, ફરવા આવતા હોય છે જેથી ત્યાં કચરાના ડબ્બા મૂકવામાં આવ્યા છે. લોકો તેનો ઉપયોગ કરતા નથી અને વેસ્ટેજ ત્યાં ફેંકી દે છે.તાપી શુદ્ધિકરણ માટે રાજ્ય સરકાર દ્વારા શાળા 950 કરોડ રૂપિયાની જાહેરાત પણ કરવામાં આવી છે. તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા અવારનવાર તાપી શુદ્ધિકરણના નામે કાર્યક્રમ પણ યોજવામાં આવે છે.--મિનેશ પટેલ (કાર્યપાલક ઈજનેર)
યુવાનોની પહેલઃ સુરતના યુવાનોએ આ મુદ્દાને ગંભીરતાથી લઈને તાપીના કિનારે સ્વેચ્છાએ સફાઈ અભિાયન શરૂ કર્યું હતું. જેમાં અન્ય યુવાનો પણ જોડાતા ગયા અને એક મોટું અભિયાન શરૂ થયું હતું. નદીમાં પ્લાસ્ટિક અને અન્ય વેસ્ટેજના કારણે ગંદકી જોવા મળે છે. જેના કારણે પાણીમાં ઓક્સિજનની સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. એટલું જ નહીં નદીની સફાઈ પ્રત્યેની જાગૃતિ મામલે તેમણે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
"અમે કઈ રીતે આ માટે યોગદાન આપી શકીએ ,આ વિચારથી અમે એક એનજીઓની સ્થાપના કરી અને એક જ દિવસમાં તાપી નદી કિનારેથી અમે 300 કિલોથી પણ વધુ પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરી તેને ડિસ્પોઝલ માટે મોકલ્યો હતો. કારણ કે નદીમાં આવતા પ્લાસ્ટિક વેસ્ટ દરિયામાં જાય છે. જે પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. આવનાર દિવસોમાં આવી જ રીતે અમે પર્યાવરણલક્ષી કામ કરીશું અને તંત્રને અમારી જરૂર હોય તો અમે યોગદાન આપીશું.જેથી નદી ચોખ્ખી રહે"--કોઇના જરીવાલા
સૌની જવાબદારીઃ વિભોર અગ્રવાલેે વાતચીતમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી અમે જોઈએ છે કે મોસમમાં ફેરફાર થયો છે ,ગરમીના મોસમમાં વરસાદની સિઝનમાં ગરમીની સમસ્યા જોવા મળતી હોય છે. આ ફેરફાર ગ્લોબલ વોર્મિંગના કારણે થયો છે. અમે હંમેશાથી જ પુસ્તકોમાં વાંચ્યું છે કે, કઈ રીતે ધરતીના આવરણમાં અસ્થિરતા વ્યાપી રહી છે. અમે માત્ર પુસ્તકો વાંચીને તેને સિલેબસ પૂરતું રાખવા નથી માંગતા.
"જ્યારે પણ અમારે વોલેન્ટિયર્સ સમય મળે છે ,અમે તાપી નદી કિનારે વેસ્ટેજ એકત્ર કરીને તેને ડિસ્પોઝલ માટે આપીએ છીએ. અમારી ઉંમરના ઘણા ટીનેજર્સ છે કે, જેઓ પર્યાવરણ માટે જોડાય એ અમારો ઉદ્દેશ છે ,જેથી અમે એક ગ્રુપ બનાવ્યું છે જેમાં અમારી ઉંમરના 50 થી 70 જેટલા ટીનેજર્સ જોડાયા છે. અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે, નદીમાં કોઈ રીતે કચરો ફેંકવામાં ન આવે." --વિભોર અગ્રવાલ
સંસ્થા શરૂ કરવા પાછળનો હેતુઃ છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં બદલાવની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને જ્યારે ગરમી અને ઠંડીના મોસમમાં વરસાદ અને વરસાદના મોસમમાં ગરમીની સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. તેને ધ્યાનમાં રાખી કઈ રીતે તેઓ પર્યાવરણ માટે કાર્ય કરી શકે આ હેતુથી તેઓએ આ એનજીઓની શરૂઆત કરી છે. બંનેની ઉંમર ભલે નાની લાગતી હોય, પરંતુ તેમના વિચાર ખૂબ જ વિશાળ છે.
લોકોને અપીલઃ જ્યારે લોકો તાપી નદીના કિનારે જાય છે ,ત્યારે પ્લાસ્ટિક વેસ્ટ ત્યાં ફેંકી દેતા હોય છે. તેને જોઈ પણ આ યુવાનો ખૂબ જ વિચલિત થઈ ગયા હતા. તેઓએ વિચાર્યું કે, તાપી શુદ્ધિકરણમાં પોતાનું યોગદાન આપે. તેઓ પોતે અને સાથો સાથ તેમની ઉંમરના ટીનેજર્સ ગ્રુપના મિત્રોને એકત્ર કરી અંબિકા નિકેતન રિવરફ્રન્ટની નજીક આશરે 300 કિલો થી પણ વધુ પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કર્યો હતો. તેમની આ સંસ્થા સાથે 80 થી વધારે ટીનેજર્સ જોડાયા છે.