સુરત : સુરતમાં રખડતા ઢોરોને કારણે વાહન ચાલકોને થઇ રહી છે હાલાકી ડિંડોલી વિસ્તારમાં ટુ વ્હીલર ચાલકને રખડતા ઢોરે અડફેટે લેતા દંપતિ પટાકાતા મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી.જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. રખડતા ઢોરોને ત્રાસને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે.
મહિલા નીચે પટકાઇ : સુરતમાં હજી પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. ઢોરના કારણે અવાર નવાર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. તેવી જ એક ઘટના શહેરના ડીંડોલી વિસ્તારની સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં ગઈકાલે રાતે એક દંપતિ મોપેડ ઉપર જઈ રહ્યું હતું ત્યારે જ અચાનક એક ઢોર વચ્ચે આવી જતા મોપેડની પાછળ બેઠેલી મહિલા નીચે પટકાયા છે. આ જોતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેઓને ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા.
સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ : સુરતમાં રખડતા ઢોરોને કારણે વાહન ચાલકોને થઇ રહી છે હાલાકી ડિંડોલી વિસ્તારમાં ટુ વ્હીલર ચાલકને રખડતા ઢોરે અડફેટે લેતા દંપતિ પટાકાતા મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી.જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, મોપેડ સવાર દંપતિ જઈ રહ્યું હોય છે અને ત્યારે જ અચાનક એક ઢોર વચ્ચે આવી જતાં પાછળ બેઠી મહિલા નીચે પડી જાય છે. આ જોઈ સ્થાનિકો પણ દોડી જાય છે. SMCએ રખડતા ઢોરો માટે કેટલા નિયમો બનાવ્યા છે. પરંતુ તે નિયમ શહેરના પશુપાલકોને લાગુ પડતો નથી તેવું કહી શકાય છે.
પશુપાલકોની દાદાગીરી : રખડતા ઢોરો માટે બનાવાયેલા નિયમો શહેરના પશુપાલકો ઘોળીને પી ગયાં છે તેવું કહી શકાય છે. કારણ કે, જ્યારે પણ સુરત મહાનગરપાલિકા આવા રખડતા ઢોરને પકડવા જાય છે ત્યારે પશુપાલકો એસ.એમસીના કર્મચારીઓ સાથે હુમલો કરી ઢોર છોડાવી જાય છે. જેને કારણે જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ ફરીથી જોવા મળે છે. ઢોર ફરીથી રખડતા થઇ જાય છે રાહદારીઓ અને વાહનચાલકો રખડતા ઢોરોનો ભોગ બની જાય છે.