ETV Bharat / state

Surat News : અયોધ્યાના રામ મંદિરની ચાંદીમાં પ્રતિકૃતિ, સુરતમાં રામનવમીએ જોવા મળશે

author img

By

Published : Mar 20, 2023, 8:14 PM IST

અયોધ્યામાં રામ મંદિર સાકાર થાય ત્યાં સુધી કરોડો રામ ભક્તોની આંખો એ ભવ્ય દર્શન માટે આતુર છે. ત્યારે સુરતમાં ભવ્ય રામ મંદિરનું 'સર્જન' થઇ ચૂક્યું છે. આગામી રામનવમી નિમિત્તે સુરતમાં એક જ્વેલર્સને ત્યાં ચાંદીના રામ મંદિર ડિસ્પ્લે થવા જઇ રહ્યાં છે. ચાંદીમાં બનાવાયેલા ચાર રામ મંદિર કઇ રીતે નિર્માણ પામ્યાં તે જાણવું રસપ્રદ છે.

Surat News : અયોધ્યાના રામ મંદિરની ચાંદીમાં પ્રતિકૃતિ, સુરતમાં રામનવમીએ જોવા મળશે
Surat News : અયોધ્યાના રામ મંદિરની ચાંદીમાં પ્રતિકૃતિ, સુરતમાં રામનવમીએ જોવા મળશે
રામ નવમીએ ડિસ્પ્લે થશે

સુરત : કરોડો ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની તારીખ ગૃહપ્રધાને જાહેર કરેલી છે. જોકે સુરતમાં તો આ વર્ષની રામનવમીથી જ ભવ્ય રામ મંદિર જોવા મળી શકશે. ચાંદીમાં બનાવાયેલું એ રામ મંદિર સુરતમાં કોણે બનાવ્યું કેટલો ખર્ચો લાગ્યો અને કેટલી મુદતમાં તૈયાર થું છે તે વિશે વધુ વિગતો જાણીએ.

અઢી મહિનાની મહેનત
અઢી મહિનાની મહેનત

4 રામ મંદિર બનાવ્યાં : અયોધ્યામાં રામ જન્મભૂમિ પર અતિ ભવ્ય રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. જેની એક ઝલક જોવા માટે વર્ષોથી રામભક્તો રાહ જોઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ સુરતમાં આબેહૂબ રામ મંદિર ચાંદીમાં તૈયાર થયું છે. એક બે નહીં, પરંતુ ચાંદીના ચાર ચાર રામ મંદિર એક જ્વેલર્સને ત્યાં તૈયાર કરવામાં આવ્યા છે. જેને એક મહિના સુધી ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે. સામાન્ય લોકો જે રામ મંદિર જોવા માટે ઉત્સુક છે તેઓ અહીં ચાંદીના રામ મંદિરના દર્શન કરી શકશે.

કિંમત સાડા પાંચ લાખથી વધુ
કિંમત સાડા પાંચ લાખથી વધુ

આબેહૂબ પ્રતિકૃતિ : સુરત શહેરમાં નવરાત્રી અને રામનવમીના પર્વ પર સામાન્ય લોકો હવે ચાંદીના રામ મંદિર જોઈ શકશે. આ માટે સુરતના જ્વેલર્સ દીપક ચોકસી દ્વારા ખાસ ચાર નાનામોટા રામ મંદિર ચાંદીમાં બનાવવામાં આવ્યા છે. અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ આ ચાંદીમાં તૈયાર થયેલા રામ મંદિરમાં જોવા મળશે.

સુંદરતા દેખતાં જ બને
સુંદરતા દેખતાં જ બને

રામ નવમીની ભેટ : સુરતના જ્વેલર્સે દ્વારા તૈયાર કરાયેલા ચાંદીમાં રામમંદિરની પ્રતિકૃતિની વાત કરવામાં આવે તો અલગ અલગ 4 પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ રામ મંદિર ખૂબ જ આકર્ષક બનાવવામાં આવ્યું છે. ભક્તો માટે આ ખૂબ જ ભક્તિમય માહોલ ઉત્પન્ન કરે તેવું છે. ત્યારે સુરતમાં રામ નવમીએ ભાવિક ભક્તો માટે રામ મંદિરના આવા અભિનવ દર્શન માટે લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.

અલગ અળગ વજનમાં 4 પ્રતિકૃતિઓ
અલગ અળગ વજનમાં 4 પ્રતિકૃતિઓ

કિંમત શું છે? : આ ચાર રામ મંદિર 600 ગ્રામ, 1.250 કિલોગ્રામ, 3.500 કિલોગ્રામ, 5 કિલોગ્રામના ચાંદીમાંથી બનાવવામાં આવ્યા છે. જેની કિંમત 80 હજારથી લઈ 5 લાખ 70 હજાર રુપિયાની છે. રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ છે તે પ્રતિકૃતિ જ્વેલર્સ દ્વારા રામનવમી નિમિત્તે બતાવવામાં આવશે. પ્રતિકૃતિને પ્રથમ નવરાત્રિથી લોકોના દર્શન માટે પણ મુકાશે.

ડિસ્પ્લે થશે : ચાંદીના રામ મંદિર વિશે જ્વેલર્સ દીપ ચોકસીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે અમને જાણવા મળ્યું કે રામ મંદિરના પાયા માટે લોકોએ સોના અને ચાંદીનું દાન કર્યું છે. ત્યારે આવા લોકોની ભાવના જોઈને અમે લાગ્યું કે કેટલાક લોકો સોના અને ચાંદીમાં રામ મંદિર જોવા માંગતા હશે. તેથી અમે ચાંદીમાં અલગ અલગ સાઈઝમાં ભવ્ય રામમંદિર બનાવ્યા છે. 30 માર્ચએ રામનવમી છે. જેથી અમે એક મહિના સુધી આ રામ મંદિર ડિસ્પ્લેમાં મુકીશું.

અયોધ્યામાં રામ મંદિર
અયોધ્યામાં રામ મંદિર

પહેલાં કાષ્ઠમાં બનાવ્યું : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી અમે આ રામ મંદિર બનાવવા માટે મહેનત કરી રહ્યા છીએ. ચાર મહિના અગાઉ અમે રિસર્ચની શરૂઆત કરી કે તેની હાઈટ શું છે અને કેટલા સ્તંભ છે. ત્યાર પછી રામ મંદિરને કઈ રીતે નાની સાઈઝમાં બનાવી શકાય તે માટે પહેલાં લાકડામાં તૈયાર કર્યું હતું. અમને જ્યારે 100 ટકા લાગ્યું કે લાકડામાં રામ મંદિર જે રીતે જોઈએ તે રીતે તૈયાર થઈ ગયું છે ત્યારે અમે ચાંદીમાં રામ મંદિરનું નિર્માણ કર્યું હતુ. લગભગ બેથી અઢી મહિનામાં આ ચાંદીનું ભવ્ય રામમંદિર બની ગયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.