ETV Bharat / state

Surat News : લોકસભા ચૂંટણી 2024નું લક્ષ્ય નક્કી, સુરત ભાજપની કારોબારી બેઠકમાં ચર્ચા

સુરત ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2024 તૈયારીઓ શરુ કરવામાં આવી છે. પંડિત દિનદયાલ ભવનમાં ભાજપની કારોબારી બેઠક મળી હતી. જ્યાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત પદાધિકારીઓ કાર્યકર્તાઓ વચ્ચે મહત્ત્વની ચર્ચાઓ થઇ હતી.

Surat News : લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ અને લક્ષ્ય નક્કી, સુરત ભાજપની કારોબારી બેઠકમાં ચર્ચા

author img

By

Published : Mar 31, 2023, 3:27 PM IST

રત ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2024 તૈયારીઓ શરુ

સુરત : લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે. આજે સુરતના ઉધના વિસ્તાર ખાતે આવેલા પંડિત દિનદયાલ ભવન ખાતે ભાજપની કારોબારી બેઠક મળી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં શહેરના તમામ પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિ અને કાર્યકર્તાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને ચૂંટણીલક્ષી ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

લોકસભા ચૂંટણી 2024 તૈયારીઓ : વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે અને ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી તમામ બેઠકો પર જીત હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ વ્યૂહરચના બનાવી લીધી છે. આ માટે કાર્યકર્તાઓમાં જુસ્સા અને લોકો સુધી પહોંચવા માટે કારોબારી બેઠક પણ સુરત ખાતે યોજવામાં આવી હતી. સુરત ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે સુરત મહાનગરની કારોબારી બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠકે યોજાઈ હતી. પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકર તથા પ્રદેશ પ્રભારી પ્રદિપસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. સુરત શહેરમાં બે લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં સુરત શહેર અને નવસારી સામેલ છે.

આ પણ વાંચો Surendranagar BJP Meeting: પ્રથમ દિવસે સી આર પાટીલે કાર્યકર્તાને આપ્યો મોટો ટાર્ગેટ

ભાજપનું 400 બેઠકોનું ટાર્ગેટ : પ્રજાલક્ષી કામ અંગે લોકોને જણાવે લોકસભાની ચૂંટણી તને લઈ સુરત મહાનગરપાલિકાની કારોબારી બેઠકમાં શહેરના તમામ ધારાસભ્ય, પદાધિકારીઓ અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં સરકારની તમામ યોજના કઈ રીતે લોકોને લાભ પહોંચાડે છે તે અંગે લોકો સુધી પહોંચવા માટે પ્રદેશ પ્રમુખ સી આર પાર્ટીલે તમામને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યકર્તાઓને જણાવવામાં આવ્યું હતું કે તેઓ લોકો સુધી પહોંચે અને પ્રજાલક્ષી કામ અંગે લોકોને જણાવે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી માટે ભાજપનું 400 બેઠકોનું ટાર્ગેટ રાખ્યું છે. છેલ્લા બે વખતની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો ભાજપના ફાળે આવી હતી આ વખતે પણ આ રેકોર્ડ જાળવી રાખવા માટે ભાજપ કટિબદ્ધ જોવા મળી રહ્યું છે.

કાર્યકર્તાઓને માર્ગદર્શન : કારોબારી બેઠકને લઈ સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ બેઠક યોજવામાં આવી જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રદેશના નેતાઓ હાજર રહ્યા છે. અને સુરત શહેરના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમના માર્ગદર્શનથી કાર્યકર્તાઓને લાભ થશે.

આ પણ વાંચો Navsari News : લોકસભાની ચૂંટણીને લઈને સીઆર પાટીલનું મોટું નિવેદન

ઐતિહાસિક વિજયનું લક્ષ્ય : અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપએ ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. 156 બેઠકો સાથે ભાજપએ ભવ્ય જીત મેળવી હતી આ સાથોસાથ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનો ઐતિહાસિક વિજય થાય તે માટે હવે ભાજપ દ્વારા કમર કસવામાં આવી છે. દરેક બુથ લેવલના પ્રમુખોને આજે ભાજપ કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.