ETV Bharat / state

Surat News : સુરતમાં દિવ્યાંગ માતાપિતાએ પુત્રને જીવનનો સહારો બનાવવાના બદલે સંયમનો માર્ગ બતાવ્યો - દીક્ષા

સુરતમાં હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા કલ્પેશ ચૌધરી અને તેમના પત્ની બંને દિવ્યાંગ હોવા છતાં તેમના પુત્રને સંયમનો માર્ગ બતાવ્યો હતો. પુત્રને જૈન દીક્ષા મેળવવા સંયમના માર્ગે પ્રયાણ કરવા માટે સ્વીકૃતિ આપી હતી. તેમના પુત્ર દક્ષલની દીક્ષા વિધિ બાદ મુનિરાજ સંસ્કારદર્શન વિજયજી મ.સા બની ગયાં છે.

Surat News : દિવ્યાંગ માતાપિતાએ પુત્રને જીવનનો સહારો બનાવવાના બદલે સંયમનો માર્ગ બતાવ્યો

author img

By

Published : Jun 5, 2023, 3:05 PM IST

સંયમનો માર્ગ

સુરત : માતાપિતા દિવ્યાંગ હતા તેમ છતાં પુત્રને જીવનનો સહારો બનાવવાના બદલે સંયમનો માર્ગે બતાવ્યો હતો. સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કલ્પેશભાઈ ચૌધરી(જૈન) અને તેમની પત્ની બંને દિવ્યાંગ છે. પરંતુ તેમના પુત્ર એ જ્યારે જૈન દીક્ષા ગ્રહણ કરવાનું નિર્ણય લીધો ત્યારે તેઓએ તેમના આત્માના કલ્યાણ માટે દીક્ષા લેવા માટે પરવાનગી આપી હતી. દીક્ષા બાદ હવે દક્ષલ મુનિરાજ સંસ્કારદર્શન વિજયજી મ.સા. બની ગયા છે.

માતાપિતા બંને દિવ્યાંગ : આ પરિવાર મૂળ દાંતીવાડાનો છે. હાલ સુરતમાં રહે છે. દિવ્યાંગ માતાપિતા કલ્પેશભાઇ અને દીપાલીબેન ચૌધરીના પુત્ર દક્ષલ સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે. છે. પિતા કલ્પેશભાઈ ચૌધરી હીરા વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ દંપતિએ પોતાના બંને સંતાનોને સાંસારિક સ્વાર્થ છોડીને ગુરુકુળ વાસમાં જૈન અભ્યાસ કરાવવા મોકલ્યાં હતાં. માતાપિતા બંન્ને શારીરીક દિવ્યાંગ છે છતાં પણ પુત્રને આત્માના કલ્યાણ માટે સાધુતા પામીને આગળ વધવા પ્રેરણા આપી હતી. 3જી મેના રોજ પાલીતાણા કસ્તુરધામ ધર્મશાળા પરિસરમાં મુમુક્ષુ દક્ષલનો આચાર્ય ભગવંત શ્રીમદ વિજય શ્રેયાંસપ્રભસુરીશ્વરજી મ.સાની નિશ્રામાં દીક્ષા મહોત્સવ યોજાયો હતો.

માતાનો સંકલ્પ : દીક્ષા લેનાર દક્ષલના માતા દીપાલીબેન જૈન દર્શનની પિપાશા પ્રગટી હતી અને તેમણે દિવ્યાગંતાને અવગણીને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. તેમનો સંકલ્પ હતો કે કે, હું મારા બંન્ને સંતાનોને પોતાને સાંસારિક સ્વાર્થ છોડીને ગુરૂકુળમાં મોકલશે. ત્યારે તેમણે આચાર્ય શ્રીમદ વિજય શ્રેયાંશપ્રભસુરીશ્વરજી મહારાજ પાસે નાના દીકરા હીતાર્થને જ્ઞાનાભ્યાસ માટે મોકલ્યો હતો.

દીક્ષા ગ્રહણની તૈયારીઓ : એસએસસીનો અભ્યાસ પૂર્ણ થયાં બાદ દક્ષલને પણ મન થયું કે હું પણ એક વખત પ્રયત્ન કરૂ. બે વર્ષના મુમુક્ષુ પર્યાયમાં સંયમ જીવનની તાલીમ લઇને ગુરૂ સમર્પણનો ભાવ પ્રગટાવ્યો હતો. પિતા કલ્પેશભાઇ અને માતા દીપાલીબેન બંન્ને શારિરીક દિવ્યાંગતા કારણે વ્હીલચેરમાં દીનચર્યા કરે છે પણ સંયમ જીવન માટે સંમતિ માંગશે અને ગુરુદેવને તેમનામાં યોગ્યતા જણાશે ત્યારે એમના તરફથી મંજૂરી હશે ત્યારે તે દીક્ષા ગ્રહણ કરશે.

119 કલ્યાણક ભૂમિ સ્પર્શના કરી : ગુરુદેવના પરમાત્માના પ્રત્યેના વચનોથી દક્ષલ દીક્ષા લેવા તત્પર થયો હતો. દક્ષલે ધાર્મિક અભ્યાસ, પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પ્રથમ કર્મગ્રંથ, સંસ્કૃત પ્રથમા, શ્રમણ ક્રિયાના સૂત્રો, પ્રથમ ઉપધાન, અંદાજે બે હજાર કિમીનો વિહાર, ચોસઠ પ્રહરી પૌષધ, ચારિત્રધર્મની નેટ પ્રેકટીસ સ્વરૂપ અનેકવાર પૌષધ કર્યા હતા.

  1. Diksha Samaroh: કોઈકેે વૈભવી જીવન તો કોઈકે ઉચ્ચ હોદ્દો છોડ્યો, 4 મુમુક્ષુએ લીધી દીક્ષા
  2. Surat Jain Diksha: ડાયમંડ નગરીમાં કરોડપતિ પિતાનો વૈભવ છોડી દીકરાએ દીક્ષા લીધી
  3. Varshi Daan: ભુજમાં મહેતા પરિવારના સભ્યોએ વૈભવી જીવનનો ત્યાગ કરી લીધી દીક્ષા, સંપત્તિનું કર્યું વર્ષીદાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.