ETV Bharat / state

Surat News : માંડવીમાં ગેસ સિલિન્ડર જોડવા જતાં વાલ્વ લીકેજ હોવાથી લાગી આગ, મહિલાનું મોત - વાલ્વ લીકેજ હોવાથી આગ

સુરતના માંડવીમાં ઘરમાં ગેસનો બાટલો લીકેજ હોવાથી લાગેલી આગમાં મહિલા સહિત બેનાં મોત થયાં હતાં. મહિલાના ઘરે મહેમાન આવ્યા હતાં. જેઓ ગયા બાદ ગેસ સિલિન્ડર જોડવા જતાં વાલ્વ લીકેજ હોવાથી આગ લાગી ગઇ હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું.

Surat News : માંડવીમાં ગેસ સિલિન્ડર જોડવા જતાં વાલ્વ લીકેજ હોવાથી લાગી આગ, મહિલાનું મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 9:43 PM IST

પરિવારે ન્યાયની માગ કરી

સુરત : સુરતના માંડવીમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ આગ લાગતાં મહિલા સહિત બે દાઝી ગયા હતાં. મહિલાના ઘરે મહેમાન આવ્યા હતા જેઓ ગયા બાદ ગેસ સિલિન્ડર જોડવા જતાં વાલ્વ લીકેજ હોવાનું જણાયું હતું અને ઝડપથી ગેસ પ્રસરી ગયો હતો. જે દરમિયાન આગ લાગી ગઈ હતી. દાઝેલા મહિલા હંસાબેન ચૌધરી અને તેમના ભાઈને પરિવારજનો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનામાં ગેસ કંપનીની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ કરી પરિવારે ન્યાયની માગ કરી છે.

બુક કરાવેલો સિલિન્ડર ઘરે આવ્યો હતો : માંડવીમાં બેડી ફળિયામાં 45 વર્ષીય હંસાબેન ધનસુખભાઈ ચૌધરી પરિવાર સાથે રહેતા હતા. પતિ રત્ન કલાકાર તરીકે કામ કરે છે. પરિવારમાં બે દીકરી છે. જેમાંથી એકના લગ્ન થઈ ગયાં છે. ગત રોજ ગેસ કંપનીમાં બુક કરાવેલો સિલિન્ડર ઘરે આવ્યો હતો. જે જૂનો અને ખૂબ જ ખરાબ હાલતમાં હતો.

ગતરોજ ઘરે મહેમાન આવ્યા હતા. દરમિયાન બુક કરાવેલો ગેસ સિલિન્ડર આવ્યો હતો. જોકે મહેમાનોએ ચા પીવાની મનાઈ કરી હતી. જેથી ત્યારે ગેસ સિલિન્ડર જોડ્યો ન હતો. મહેમાન ગયા બાદ સિલિન્ડર જોડવા જતાં સિલ ખોલ્યું હતું. જે લીકેજ હતું. બધો ગેસ બહાર આવવા લાગ્યો હતો જે બંધ જ ન થયો અને આગ લાગી ગઇ....પારુલ ચૌધરી(મૃતક હંસાબેનની દીકરી)

સિલિન્ડર બંધ કરવાના પ્રયાસમાં આગ લાગી ગઈ : ગેસ સિલિન્ડરનું સિલ બંધ કરવા પ્રયાસ પણ કર્યો હતો. જોકે બંધ જ થયું ન હતું. દરમિયાન આગ લાગી ગઈ હતી. જેમાં હંસાબેન અને તેના ફોઈના દીકરા પ્રકાશભાઈ દાઝી ગયા હતા. જેથી બંનેને માંડવીમાં આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયા હતા. જયાંથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. 100 ટકા દાઝી ગયેલા હંસાબેનનું ટૂંકી સારવારમાં મોત થયું હતું. જ્યારે પ્રકાશની હાલત ગંભીર છે.

ગેસ કંપની વિરુદ્ધ પરિવારના આક્ષેપ : હંસાબેનની દીકરી પારુલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગેસ કંપની દ્વારા જૂનું સિલિન્ડર અપાયું હતું, તેનો વાલ્વ લીકેજ હતો. સિલિન્ડર લાવ્યા બાદ થોડીવારમાં જ આ ઘટના બની હતી. ગેસ કંપનીની બેદરકારીથી મોત થયું હોવાથી પરિવારે ન્યાયની માગ કરી હતી. ઘરે મહેમાન હતા ત્યારે ઘટના બની હોત તો મોટી દુર્ઘટના બનવાની શક્યતા હતી.

  1. Surat Gas Leakage: સુરતમાં ગેસ લીકેજ થતા 14 વર્ષની કિશોરીનું મોત, ચાર ગંભીર
  2. Gas Leakage in Ahmedabad: અમદાવાદમાં ઈન્ડિયા કોલોનીમાં ગેસ લિકેજના કારણે 3 વર્ષના બાળકનું મોત
  3. વડોદરામાં ડ્રેનેજની કામગીરીથી ગેસ લિકેજ થતાં મોટી દુર્ઘટના ટળી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.