ETV Bharat / state

Surat News : અતિ વ્યસ્ત સુરત એસટી બસ ડેપોમાં કાદવનું રાજ, ફસાયેલી એસટી બસને કાઢવા ક્રેન આવી - કાદવ

સુરત એસટી બસ ડેપો વરસાદના કારણે કાદવવાળો બની ગયો છે. ચારેય બાજુ કાદવ કીચડના કારણે ડેપોમાં બસ અને કર્મચારીઓને પણ અવરજવર કરવામાં હેરાનગતિ થઈ રહી છે. ડેપોમાં એટલો કાદવ છે કે એક બસ ફસાઈ જતાં ક્રેનથી કાઢવી પડી હતી.

Surat News : અતિ વ્યસ્ત સુરત એસટી બસ ડેપોમાં કાદવનું રાજ, ફસાયેલી એસટી બસને કાઢવા ક્રેન આવી

author img

By

Published : Jul 3, 2023, 5:48 PM IST

એસટી ડેપોમાં કાદવથી હેરાનગતિ

સુરત : અતિ વ્યસ્ત સુરત એસટી બસ ડેપો વરસાદના કારણે કાદવવાળો બની ગયો છે. ચારેય બાજુ કાદવ કીચડના કારણે ડેપોમાં આવનાર બસોને મુશ્કેલીઓ થઈ રહી છે. એટલું જ નહીં કર્મચારીઓને પણ અવર-જવર કરવામાં હેરાનગતિ થઈ રહી છે. ડેપોમાં એટલો કાદવ છે કે એક બસ પણ ત્યાં ફસાઈ ગઈ હતી. બસ ફસાઈ જતાં તેને ક્રેનથી કાઢવાની પણ નોબત આવી હતી. આ સમસ્યા હાલ ત્યાં ચાલી રહેલ મેટ્રોની કામગીરી અને ભારે વરસાદના કારણે સર્જાઈ છે.

પ્રથમ વરસાદના કારણે આ સ્થિતિ નિર્માણ થઈ છે. વરસાદ ઓછું થતાં ત્યાં કાદવ હટાવવાની કામગીરી સાથે રેતી અને કપચી નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય...પંકજ ગુર્જર(ડીસી, સુરત એસટી વિભાગના અધિકારી)

પાંચ દિવસથી વરસાદ : સુરત એસટી ડેપો ગુજરાતનો સૌથી મોટો એસટી ડેપો તરીકે ઓળખાવામાં આવે છે પરંતુ હાલ તેની સ્થિતિ વરસાદના કારણે દયનીય બની ગઈ છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં જે રીતે છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસ્યો છે. તેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. જેની અસર સુરત એસટી ડેપોમાં પણ જોવા મળી રહી છે. મેટ્રોની કામગીરી અને સતત વરસી રહેલા વરસાદના કારણે ડેપોમાંથી કીચડમાં થર જામ્યા છે. આવી પરિસ્થિતિમાં પણ બસો ડેપોમાં રાખવા માટે તંત્ર મજબૂર જોવા મળી રહ્યું છે.

હાલાકી ભોગવવી પડી : બસ ડેપોમાં બસ ફસાઈ જતા એસટી કર્મચારીઓને હાલાકી ભોગવવી પડી હતી. એક બાજુ એસટી કર્મચારીઓ કીચડમાં કામ કરવા માટે મજબૂર થયા હતાં, તો બીજી બાજુ બસ ફસાઈ જતા પણ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં. કીચડમાં ફસાયેલી બસને ક્રેનથી કાઢવાની નોબત આવી હતી. કીચડમાં બસ ફસાઈ જતા બસનો ભારી નુકસાની વેઠવાનો પણ વારો આવી રહ્યો છે.

100 જેટલી બસોનું મેન્ટેનન્સ : અગત્યની વાત છે કે ગુજરાત એસટી વિભાગની 100 જેટલી બસોનું મેન્ટેનન્સ સુરત ડેપોમાં થાય છે. જ્યાં બસનું મેન્ટેનન્સ કરવામાં આવે છે ત્યાં પણ અંદરના ભાગે કાદવ હોવાથી કર્મચારીઓ ચાલી ન શકે તેવી પરિસ્થિતિ છે. બસ કઈ રીતે કાઢવામાં આવે તે સૌથી મુશ્કેલીનું કામ હાલ કર્મચારીઓ માટે થઈ ગયું છે.

  1. Porbandar News : ખાપટ વિસ્તાર નરી ગંદકી અને કીચડથી ભરાઇ ગયો, પોરબંદરમાં પહેલા વરસાદે પોલ ખુલી
  2. વડોદરાના આ વિસ્તારમાં કાદવ, કીચડ અને ખાડાઓનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં રોષ
  3. Surat : દારૂ પીને બસ ST ચલાવનારા તેમજ અનિયમિત કંડકટરને કર્યા ઘર ભેગા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.