ETV Bharat / state

Surat News : મોબાઇલમાં ગેમ રમતાં કોલેજીયન નીચે પટકાયો, એકના એક દીકરાને ગુમાવતાં માતાપિતા - જય પંચાલ

માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઓલપાડના કીમ ગામે મોબાઈલમાં ગેમ રમતી વેળાએ ચોથા માળેથી યુવક નીચે પટકાતા મોત થયું હતું. તે ચોથા માળેથી નીચે આરસીસીના રસ્તા પર પટકાયો હતો. એકના એક દીકરાને ગુમાવતાં માતાપિતા શોકમાં ડૂબી ગયાં છે. કીમ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Surat News : મોબાઇલ રમતાં કોલેજીયન નીચે પટકાયો, એકના એક દીકરાને ગુમાવતાં માતાપિતા

author img

By

Published : Mar 11, 2023, 5:13 PM IST

Updated : Mar 11, 2023, 6:11 PM IST

સુરત : આજના સમયમાં યુવાનો એટલા બધા મોબાઈલ પાછલ ઘેલા થઈ ગયા છે ન પૂછો વાત. અવાર નવાર મોબાઈલના કારણે માતા પિતાઓ પર મોટી મુશ્કેલીઓ આવી જાય છે ત્યારે સુરત જિલ્લામાં માતાપિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલ આર કે પાર્ક એપારમેન્ટમાં રહેતા વિજયભાઈ પંચાલનો દીકરો જય જેવો મોડી રાત્રે ઘરની બારી પર બેઠો બેઠો મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. તે દરમિયાન ચોથા માળેથી નીચે આરસીસીના રસ્તા પર પટકાયો હતો. જય નીચે પટકાયો હોવાની જાણ ઘરના સભ્યોને થતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને યુવકને તાત્કાલિક નજીક સાધના હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે યુવકને મરણ પામેલો જાહેર કર્યો હતો.

એકના એક દીકરાને ગુમાવતાં માતાપિતા શોકમાં ડૂબી ગયાં છે

એકના એક દીકરાનું મોત થયા પરિવાર શોકમાં : વિજયભાઈ પંચાલને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. દીકરો જય પંચાલ જેઓ ઓલપાડના અનિતા ગામે આવેલ વિદ્યાદીપ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ત્યારે પરિવારના એકના એક દીકરાનું મોત થતાં હાલ પરિવાર શોકમાં ડૂબી ગયો છે. સમગ્ર ઘટનાની જાણ કીમ પોલીસને થયા કીમ પોલીસે હાલ આગળની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો Rajkot Suicide Case: રાજકોટમાં મોબાઇલ મામલે કોલેજીયન યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

પોલીસે પરિવારોના નિવેદન લીધા : કીમ પોલીસ મથકના PSI જે. એસ. રાજપૂતે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ અમારા સ્ટાફના માણસો સ્થળ પર પહોંચી ગયા હતા. યુવકના મૃતદેહનો કબજો લીધો હતો અને પીએમ માટે કીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યો હતો. હાલ પોલીસે પરિવારોના નિવેદન લીધા છે. આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો Surat Crime : કામરેજમાં કિશોરીએ મોબાઇલ માટે કર્યો આપઘાત

થોડા દિવસ અગાઉ માતાએ મોબાઈલ ન આપતા સગીરાએ આપઘાત કર્યો હતો : થોડા દિવસ પહેલા કામરેજ તાલુકાના પરબગામ ખાતે આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ નંબર 08 માં મિતુલભાઈના ખાતાની ઉપર સાફસફાઈનું કામ કરતા અરૂણદાસ નાદુદાસની 14 વર્ષીય નાની સગીર વયની દીકરી હાસીદાસ કે જેણે માતા ઈતીદાસ પાસે મોબાઈલ ફોનની માંગણી કરી હતી. માતાએ મોબાઈલ ફોન નહીં આપતા રૂમની અંદર જઈ 14 વર્ષીય સગીરા હાસીદાસે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પિતા અરૂણદાસે કામરેજ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Last Updated : Mar 11, 2023, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.