ETV Bharat / state

Surat News : સુરત શેલ્ટર હોમમાં રહેતાં પ્રજ્ઞાચક્ષુઓનો આત્મનિર્ભર મંત્ર, પેપર પ્લેટ બનાવી આજીવિકા રળવા સાથે ટેટની તૈયારી પણ કરે - પ્રજ્ઞાચક્ષુઓની પ્રેરક વાત

શારીરિક ક્ષમતાઓ હોવા છતાં જો લોકોને આજીવિકા મેળવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો પ્રજ્ઞાચક્ષુઓ માટે જીવનયાપન કેવું દોહ્યલું બનતું હોય તે સમજી શકાય તેમ છે. સુરતમાં શેલ્ટર હોમમાં રહેતાં પ્રજ્ઞાચક્ષુઓની પ્રેરક વાત છે જે આત્મનિર્ભરતાનું દ્રષ્ટાંત પણ છે.

Surat News : સુરત શેલ્ટર હોમમાં રહેતાં પ્રજ્ઞાચક્ષુઓનો આત્મનિર્ભર મંત્ર, પેપર પ્લેટ બનાવી આજીવિકા રળવા સાથે ટેટની તૈયારી પણ કરે

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 4:59 PM IST

આત્મનિર્ભરતાનું દ્રષ્ટાંત

સુરત : પ્રજ્ઞાચક્ષુઓ માટે અંધારામાં જીવન વ્યતિત કરવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે પરંતુ સુરતના કેટલાક પ્રજ્ઞાચક્ષુઓ આવી જ પરિસ્થિતિમાં પણ આત્મનિર્ભર બની રહ્યા છે. સુરત શહેરના અલથાણ ખાતે આવેલા શેલ્ટર સેન્ટર હોમમાં રહીને તેઓ મશીન ચલાવી પેપર પ્લેટ બનાવી રહ્યા છે. જેના કારણે તેઓને આવકનું સાધન મળી ગયું છે.

યુટયુબ પર શીખ્યાં : પ્રજ્ઞાચક્ષુ ચાર સભ્યોમાંથી એક સભ્ય 50 ટકા જોઈ શકે છે અને તેેણે યુટયુબ પર પેપર પ્લેટ કઈ રીતે બનાવી શકાય તે શીખ્યું હતું. હવે ત્યારબાદ પોતાના અન્ય પ્રજ્ઞાચક્ષુ સદસ્યોને આ અંગે ટ્રેનિંગ આપી અને હાલ તેઓ દર ચાર દિવસમાં 200- 250 પેપર પ્લેટ બનાવી રહ્યા છે. જેમાંથી બીએડ કરી ચૂકેલા પ્રજ્ઞાચક્ષુ હાલ ટેટની પરીક્ષાની પણ તૈયારી કરી રહ્યાં છે.

હું મૂળ દાહોદનો રહેવાસી છું. મારા પરિવારમાં પિતા સિવાય માતા અને ભાઈ બહેન છે. ભાઈ કન્સ્ટ્રક્શન કામ કરે છે અને બહેનનું લગ્ન થઈ ગયું છે. આ કામ બે મહિના પહેલાં જ શરૂ કર્યું છે. જ્યારે ચાર વર્ષનો હતો ત્યારથી જ જીવનમાં અંધારૂ છે. વધારે યાદ નથી પરંતુ તાવ આવ્યા બાદથી જ જોવાનું બંધ થઈ ગયું હતું. ભણતર બીએડ સુધી છે અને હાલ આ કામની શરૂઆત બે મહિના પહેલાથી જ કરી છે. નોકરી છોડવા પાછળનું મુખ્ય કારણ છે કે ત્યાં સેલેરી ખૂબ જ ઓછી મળતી હતી. ટેમ્પરરી જોબ હતી અને સાથોસાથ હું ટેટ પરીક્ષા માટેની પણ તૈયારી કરી રહ્યો હતો. આત્મનિર્ભર બનવા માટે ફોકસ કરું છું. મારી સાથે અન્ય ચાર જેટલા મિત્રો છે તેઓ પણ મારી જેમ પ્રજ્ઞાચક્ષુ છે. બે લોકો થોડુંક જોઈ શકે છે. આગળ જે રીતે પ્રગતિ થશે અમે અમારા જેમ અન્ય લોકોને પણ આની અંદર શામેલ કરીશું...અલ્પેશ ( પ્રજ્ઞાચક્ષુ સદસ્ય )

શેલ્ટર હોમના સાથીઓ : સુરત શહેરના અલથાણ વિસ્તાર ખાતે આવેલા શેલ્ટર હોમમાં રહેતા ચાર જેટલા પ્રજ્ઞાચક્ષુઓ સાબિત કરી દીધું છે કે કોઈપણ શારીરિક સમસ્યા આત્મવિશ્વાસને ક્યારે પણ ડગમગાવી શકતી નથી. પ્રજ્ઞાચક્ષુ હોવાના કારણે પરિવાર સાથે નહીં રહી શકતા આવા કેટલાક લોકો સુરત શહેરના શેલ્ટર હોમમાં રહી રહ્યા છે. કારણ કે પરિવાર પણ તેમની યોગ્ય કાળજી લઈ શકે એમ નથી અને મજબૂરીમાં તેઓને શેલ્ટર હોમમાં રહેવું પડે છે.

આત્મનિર્ભર બનવાનો હેતુ : પ્રજ્ઞાચક્ષુઓએ આત્મનિર્ભર બનવા માટે તેઓએ શેલ્ટર હોમમાં રહીને એક એવી શરૂઆત કરી છે જેના કારણે આવનાર દિવસોમાં અન્ય પ્રજ્ઞાચક્ષુ પણ આત્મનિર્ભર બની રહેશે. શેલ્ટર હોમમાં રહેતાં ચારે પ્રજ્ઞાચક્ષુમાંથી એકને 50 ટકા દ્રષ્ટિ છે જેના આધારે તેણે યુટ્યુબ પર કઈ રીતે પેપર પ્લેટ બનાવી શકાય તેની રીત શીખી હતી. ત્યારબાદ પોતાના મિત્રોને પણ તેની ટ્રેનિંગ આપી ટ્રેનિંગ તો મળી ગઈ, પરંતુ પેપર પ્લેટ બનાવવા માટે મશીનની જરૂરિયાત હતી. જે શેલ્ટર હોમના સંચાલક તરુણ મિશ્રાએ તેમને આપ્યું હતું.

આજીવિકા મળે એટલેે મશીન લાવી આપ્યું : સેન્ટર હોમના સંચાલક તરુણ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ લોકો અમારા શેલ્ટર હોમમાં રહે છે. ચાર લોકોમાંથી ને એવા છે જે થોડુંક જોઈ શકે છે. આ લોકોની ઈચ્છા થઈ થઈ હતી કે અમે કંઈક એવું શરૂ કરીએ. જેનાથી અમને આવકનો સાધન મળી રહે. અનેક જગ્યાએ નોકરી માટે જતા હતાં પરંતુ તેઓને રિસ્પોન્સ મળતું નહોતો.

કામ વધારે હતું પરંતુ તેની સામે તેમને આવક ઓછી મળતી હતી. જેથી આ લોકો નિરાશ થઈ હતા. આ લોકોમાંથી એક જે ઓછું જોઇ શકે છે તેણે મને જણાવ્યું હતું કે હું યુટ્યુબ પર પેપર પ્લેટ કઈ રીતે બનાવી શકાય તે જોયું હતું. તેથી આ પ્રજ્ઞાચક્ષુઓને અમે અમારા સેન્ટર હોમમાં રહેવા માટેની વ્યવસ્થા પણ કરી અને આજીવિકા મળી રહે આ માટે મશીન પણ લાવીને આપી હતી. જેથી તેઓ પેપર પ્લેટનું પ્રોડક્શન કરી વેચાણ કરી શકે. એમની ટીમ મશીનથી પેપર પ્લેટ્સ બનાવે છે અને ત્યારબાદ કટિંગ કરીને તેને પેક કર્યા પછી હોલસેલને વેચે છે...તરુણ મિશ્રા (સંચાલક, શેલ્ટર હોમ)

આખો દિવસ પેપર પ્લેટ બનાવે છે : હવે શેલ્ટર હોમમાં રહીને જ પ્રજ્ઞાચક્ષુઓ આ મશીન ઓપરેટ કરીને આખા દિવસ પેપર પ્લેટ બનાવે છે પેપર પ્લેટ બનાવ્યા પછી તેને પેકિંગ પણ કરે છે અને હોલસેલના વેપારીને પણ આપે છે. છેલ્લા બે મહિનાથી તેઓ આવી રીતે જ કાર્ય કરી આજીવિકા મેળવી રહ્યાં છે. આ પગારમાં નોકરી કરવા કરતાં તેઓએ આ મશીન ચલાવીને સારી આજીવિકા મેળવી રહ્યા છે આ ચારેયમાંથી એક અલ્પેશ બીએડની ડિગ્રી ધરાવે છે અને આ મશીન ચલાવી પેકિંગ કરવાની સાથે સાથ તે ટેટની પરીક્ષા માટે પણ તૈયારીઓ કરી રહ્યા છે.

  1. ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે કચ્છમાં પ્રિન્ટ થઈ રહ્યા છે બ્રેઈલ લિપિમાં પાઠ્યપુસ્તકો
  2. હવે પ્રજ્ઞાચક્ષુઓ પણ સરળતાથી બની શકશે આત્મનિર્ભર, શરૂ કરાયું ખાસ મિશન
  3. Visually Impaired ATM: દેશનું સૌપ્રથમ એક્સિબલ ટોકિંગ ATM પ્રજ્ઞાચક્ષુઓ માટે બન્યું આશિર્વાદરૂપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.