સૂરત : ઓકટોબરમાં રૂપિયા 2000ની નોટ ભૂતકાળ બની જશે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે તેના કારણે અલગ અલગ પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. ખાસ કરીને સુરત શહેરની વાત કરવામાં આવે કે જે હીરા નગરી તરીકે વિશ્વમાં જાણીતી છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ માની રહ્યા છે કે સરકારના નિર્ણયને કારણે સુરતી હીરા ઉદ્યોગ પર માંડી અસર જોવા મળશે.
વિશ્વાસ પર ચાલનાર ઉદ્યોગ: હીરા ઉદ્યોગ વિશ્વાસ પર ચાલનાર ઉદ્યોગ છે. અહીં લાખો કરોડો રૂપિયાના હીરા લોકો વિશ્વાસ પર આપતા હોય છે પરંતુ પેમેન્ટની વાત કરવામાં આવે તો નાના થી નાના વેપારીઓ કેશ પેમેન્ટ કરે છે. હવે જો 2,000ની નોટના વ્યવહાર પર જે અસર પડી રહી છે તેનું સીધું અસર હીરા ઉદ્યોગમાં પણ આ જ કારણે જોવા મળશે. વેપારીઓ ને બેંકમાં 2,000ની નોટ જમા કરાવવામાં મુશ્કેલી થશે જેના કારણે ઉદ્યોગકારો પણ ચિંતામાં મુકાયા છે.
અર્થવ્યવસ્થા સુધારવા માટે નોટબંધીનો નિર્ણય: હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને પૂર્વ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશ નાવડીયા એ જણાવ્યું હતું કે વર્ષ 2016 માં નોટબંધીના નિર્ણયના કારણે બજારમાં વપરાતા અફરા તફરી નો માહોલ જોવા મળ્યો હતો. જો કે સરકાર અર્થવ્યવસ્થા સુધારવા માટે નોટબંધીનો નિર્ણય લેતી હોય છે. જોકે આ વખતે સરકારે 2000 ની નોટ બંધ કરવા માટે લોકોને 30 સપ્ટેમ્બર સુધીનો સમય પણ આપ્યો છે એના કારણે જે વર્ષ 2016 માં સ્થિતિ સર્જાઈ હતી તે જોવા મળશે નહીં.
2000ની નોટમાં કદાચ વેપાર ન પણ કરે: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 2016 માં જ્યારે નોટ બંધી થઈ ત્યારે ઉદ્યોગ પર વિપરીત સ્થિતિ સર્જાઈ હતી. આ વખતે તેવી સ્થિતિ તો સર્જાશે નહીં પરંતુ સુરતના ખાસ જે હીરા બજાર અને મહિધરપુરા વિસ્તાર છે જ્યાં નાના વેપારીઓ રોકડમાં વેપાર કરતા હોય છે તેમને મુશ્કેલી થઈ શકે છે. વેપાર કરતી સમયે જ્યારે 2000 ની નોટ થી તેઓ વેપાર કરે ત્યારે આ સમસ્યા સર્જાશે હીરા વેચનાર 2000 ની નોટ માં કદાચ વેપાર ન પણ કરે.