સુરત: સાયન્સ સેન્ટર ખાતે સુરત મહાનગર પાલિકાના બજેટમાં કમિશનરે 307 કરોડનો વેરા વધારો સૂચવ્યો છે. શહેરના નવા વિસ્તારો માટે એક્શન પ્લાન બનાવવાની વાત કમિશ્નર શાલિની અગ્રવાલ તરફથી કરવામાં આવી છે. પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર વિકાસ કામો પાછળ રેકોર્ડબ્રેક ખર્ચ કરવામાં આવશે. માર્ચ અંત સુધીમાં 2600 કરોડનો કેપિટલ ખર્ચ કરવાનો લક્ષ્યાંક છે.

ગ્રીન એનર્જી પર ભાર મૂકવામાં આવ્યો: પૂર્વ કમિશનર થેન્નારાશનના સમયે સૌથી વધારે 1800 કરોડ કેપિટલ ખર્ચનો રેકોર્ડ તૂટી શકે છે. અત્યાર સુધીમાં 1500 કરોડનો કેપિટલ ખર્ચ થઇ ગયો છે. નવા વિસ્તારોમાં વોટર સપ્લાય, ડ્રેનેજ અને રોડ પાછળ કરોડો રૂપિયાના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ગ્રીન એનર્જી પર ભાર મૂકવામાં આવ્યો છે. બીચ સ્પોર્ટ્સને પણ પ્રમોટ કરવામાં આવશે. નેચરોપેથી એરિયા બનાવવામાં આવશે. એડવેન્ચર પ્લે સહિત અન્ય સુવિધા માટે જોગવાઈ કરાઈ છે.

7911 આવાસની જોગવાઈ: શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરત ઇતિહાસમાં પ્રથમ વાર ગ્રીન બજેટનું આયોજન છે. રેવન્યુ ખર્ચ ઓછું છે.માતબર વધારો વેરા માં છે વિકાસ કાર્ય માટે વધુ ખર્ચ થશે. પબ્લિક બાયસીકલ શેરિંગ સિસ્ટમમાં 1 લાખથી વધુ લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. સ્મીમેર હોસ્પિટલમાં G+16 માળની કુલ 192 સ્ટુડિયો એપાર્ટમેન્ટ રૂમસ ધરાવતી પીજી હોસ્ટેલ બનવામાં આવશે. એક બ્રિજ 60 કરોડના ખર્ચે તો બીજા 2 બ્રિજ નવા સમાવિષ્ટ વિસ્તાર અને શહેરને જોડનારા બનશે, જેમની પાછળ 40 કરોડનો ખર્ચ કરવાનો અંદાજ છે. નવા વર્ષે સુરત મહાનગર પાલિકા 7911 આવાસો બનાવશે.
આ પણ વાંચો Budget 2023: પરિવારના નાણાકીય ભવિષ્ય માટે તમારા ઘરના બજેટની યોજના બનાવો
વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રચર: શહેરની વસ્તી 10 વર્ષમાં ડબલ થઇ ગઇ છે. વર્ષ 2022-23માં કેપિટલ કામો પર વધારે ફોક્સ કરાયો છે. દેશના કોઇ શહેરમાં વસ્તીમાં ગ્રોથ આટલો નથી. સુરતને વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રચર તરફ આગળ વધારવા મનપાએ આયોજન કર્યું છે. ગુજરાતમાં અમદાવાદ પછી સુરત પાલિકાનું સૌથી મોટું બજેટ છે. સુરતના લોકોના આરોગ્ય નો ખ્યાલ રાખીને 550 કરોડના ખર્ચ માં 50 બેડની હોસ્પિટલ માટે આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો Budget Session 2023: કેન્દ્ર સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે
ત્રિપલ I થી ઢોરનું ટ્રેકિંગ: અત્રે ઉલ્લેખનીય છે ચૂંટણી પહેલાંની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં 1 હજાર કરોડના કામ મંજૂર કરાયા હતા. જેની અસર હવે કેપિટલ ખર્ચ પર દેખાઇ રહી છે. વર્ષે સુરતમાં 60 હજાર પશુને આર.એફ.આઈની ટેગ કરવામાં આવશે ગુજરાતમાં પહેલો શહેર સુરત બનશે જે ત્રિપલ I થી ઢોરનું ટ્રેકિંગ કરશે.
