સુરત: શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસો અને હેલ્થ કેર અંગે સુરત મ્યુનિસિપલ કમિશ્નર, મેયર દ્વારા અગત્યની માહિતી આપવામાં આવી હતી. કેસો વધતા સુરત સિવિલ હોસ્પિટલનો કોવિડ વોર્ડ દર્દીઓથી ઉભરાઈ ચુક્યો છે. જેથી આવનાર અન્ય દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. સાથે પાલિકાએ વધતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી 37 પ્રાઇવેટ હોસ્પિટલ સાથે MOU કરી 2000 બેડ રિઝર્વ કર્યા છે. જેનો ખર્ચ પાલિકા અને રાજ્ય સરકાર આપશે.
આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, 5000 બેડની સુવિધા આવનાર દિવસોમાં ઉભી કરવામાં આવશે.પાલિકા માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે રાખવાની રહેશે. માઈલ્ડ સીંમટમ્સ દર્દીઓ ગાઈડલાઈન મુજબ ઘરે પણ ટ્રીટમેન્ટ લઈ શકે છે.
કોરોના કેર એટ હોમની સુવિધા શરૂ કરવામાં આવી છે. 80 જેટલા દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. પ્રથમ તબબકામાં ડાયમન્ડ અને ત્યારબાદ ટેક્સટાઇલ ઉદ્યોગના ચાર વિભાગના તમામ આગેવાનોને બોલાવી SOP નક્કી કરવામાં આવી છે.