સુરત : શહેરમાં પાલિકાના ટ્રકે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. શહેરાના પાંડેસરા વિસ્તારમાં આવેલા હરીઓમ નગરમાં રહેતા 50 વર્ષીય રમાશંકર હરિલાલ ગૌતમ જેઓ સંચાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ગઈકાલે સવારે નાઈટ પાળી કરી સવારે ઘરે પરત ફરતા હતા, ત્યારે તેરે નામ ચોકડી નજીક પાલિકાના ટ્રકે તેમને અડફેટે લીધા હતા. જેથી તેઓ ઇજાગ્રસ્ત થાય હતા. તેઓને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.
પાછળના ટાયરમાં સાઇકલ સવાર : મૃત્યુ નિપજ્યાંની જાણ થતા જ પરિવાર હોસ્પિટલ દોડી આવ્યું હતું અને શોકમાં ગરકાવ થઇ ગયું હતું. તો બીજી બાજુ પાંડેસરા પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી. ટ્રકના પાછળના ટાયરમાં સાઇકલ સવાર રમાશંકર આવી જાય જતાં સ્થાનીકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. હાલ આ મામલે પાંડેસરા પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આસપાસ લાગેલા CCTVના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટના ગઈકાલે સવારે 7:15 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામનાર રમાશંકર હરિલાલ ગૌતમ જેઓ 50 વર્ષના હતા. તેઓ સંચાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ગઈકાલે સવારે નાઈટ પાળી કરી સવારે ઘરે પરત ફરતા હતા, ત્યારે તેરે નામ ચોકડી નજીક પાલિકાના ટ્રકે તેમને અડફેટે લીધા હતા. જેથી તેઓ ઇજાગ્રસ્ત થાય હતા. તેઓને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. - હીરા જાડેજા (કોન્સ્ટેબલ, પાંડેસરા પોલીસ સ્ટેશન)
પિતાની છત્રછાયા ગુમાવી : વધુમાં જણાવ્યું કે, તો બીજી બાજુ આ મામલે નવી સિવિલ પોલીસ ચોકીથી પરિવારને જાણ કરવામાં આવી હતી. અમે ત્યાં પહોંચ્યા એટલે પરિવાર પણ ત્યાં પહોંચી ગયું હતું. તેમના પરિવારમાં પત્ની, બે દીકરા અને ચાર દીકરીઓ છે. તેઓ પોતાના પિતાની છત્રછાયા ગુમાવતા શોકમાં ગરકાવ થઇ ગયા હતા.