ETV Bharat / state

ગંભીર પરિસ્થિતિઃ વેન્ટીલેટરને કચરાના ડબ્બામાં લવાયા સુરત - surat corona news

સુરતમાં આવેલી સ્મિમેર હોસ્પિટલમાં વેન્ટિલેટર ખૂટી પડતા વલસાડ સિવિલમાંથી મંગાવવામાં આવ્યા હતા. પરંતુ તેને લઇ જવા માટે સુરત મહાનગર પાલિકાએ કચરા ભરવાના ટેમ્પો મોકલ્યા જેમાં વેન્ટિલેટર લઇ જવામાં આવતા હતા.

સુરત
સુરત
author img

By

Published : Apr 5, 2021, 7:55 PM IST

Updated : Apr 6, 2021, 2:16 PM IST

  • વલસાડ સિવિલમાંથી બે કચરાના ટેમ્પોમાં અંદાજિત 10થી વધુ વેન્ટિલેટર સુરત લઇ જવાયા હતા
  • કોરોના કાળમાં અતિ મહત્વના કહી શકાય એવા લાખોની કિંમતના વેન્ટિલેટર કચરાની ગાડીમાં લઇ જવાની ફરજ પડી
  • વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી બે ટેમ્પો ભરીને વેન્ટિલેટર સુરત લઇ જાવયા હતા

સુરત: હાલ કોરોનાનું સંક્ર્મણ વધતું જઈ રહ્યું છે, ત્યારે સુરત જેવા શહેરોમાં સરકારી હોસ્પિટલમાં બેડ ખૂટી રહ્યા છે અને વેન્ટિલેટરની પણ અછત ઉભી થઇ હોય સુરત મહાનગર પાલિકા સંચાલિત સિવિલ હોસ્પિટલ દ્વારા બે ટેમ્પોમાં વેન્ટિલેટર વલસાડ સિવિલથી મંગાવવામાં આવ્યા હતા અને એ ટેમ્પો પણ મહાનગર પાલિકાનો કચરો ઉપાડતા ટેમ્પોમાં આ મશીનો લઇ જવાયા હતા.

લાખો રૂપિયાના કિંમતી આરોગ્ય ઉપકરણોને ટેમ્પોમાં લઇ જવાની ફરજ પડી

વલસાડમાં હાલ 300 બેડની સુવિધા ઉપલબ્ધ છે અને 74 ICU બેડની સુવિધા છે. અહીં પર્યાપ્ત માત્રમાં વેન્ટિલેટર હોવાનું રટણ સિવિલ સંચાલકો કરતા હતા. જો કે આજે સોમવારે સુરત મહાનગર પાલિકા દ્વારા વધુ વેન્ટિલેટરની જરૂર પડતા બે કચરો ઉપાડનાર ટેમ્પો વલસાડ ખાતે મોકલીને વેન્ટિલેટર ભરીને જાહેરમાં લઇ જવામાં આવી રહ્યા હતા. ત્યારે સુરત મહાનગર પાલિકાની બેદરકારી બહાર આવી છે. વળી આ તમામ મશીનો ખુલ્લામાં કેમ લઇ જવામાં આવ્યા તે અંગે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

સુરતમાં કોરોનાની ભયંકર સ્થિતીઃ વલસાડથી કચરાની ગાડીમાં લાવવા પડ્યા વેન્ટિલેટર !

આ પણ વાંચો:વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં વેન્ટિલેટર ખરીદી અંગે સરકારે કર્યા ખુલાસા

વલસાડ સિવિલમાં હાલ 34 વેન્ટિલેટર રાખવામાં આવ્યા

વલસાડ જિલ્લામાં પણ દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે વલસાડ સિવિલમાં પણ દર્દીઓને પહોંચી વાળવા માટે હાલ 34 જેટલા વેન્ટિલેટર વલસાડ સિવિલમાં રાખવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાંથી આજે 9થી વધુ વેન્ટિલેટર સુરત મોકલવામાં આવી રહ્યા હતા.

આ પણ વાંચો:વેન્ટિલેટર બેડના અભાવે દર્દીને એમ્બ્યુલન્સમાં જ પડી રહેવા મજબુર

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને ફોન ઉપાડવાની ફુરસદ નથી

આ સમગ્ર બાબતે જયારે ETV ભારત દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ મકવાણાને કોલ કરવામાં આવ્યો તો તેમણે ફોન ઉપાડ્યો ન હતો અને મીડિયાને સમગ્ર બાબતે માહિતી આપવાનું ટાળ્યું હતું. વલસાડ સિવિલમાંથી કેમ મશીનો સુરત લઇ જવામાં આવી રહ્યા હતા અને એ પણ કચરા પેટીમાં એ પણ એક હાલ તો તપાસનો વિષય છે. આમ વલસાડ સિવિલ અને સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. માર્ગમાંથી કચરાના ટેમ્પોમાં ખુલ્લા વેન્ટિલેટર લઇ જવાતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે કે લાખોના કિંમતી ઉપકરણો કચરાના ટેમ્પોમાં કેમ લઇ જવાની ફરજ પડી?

Last Updated : Apr 6, 2021, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.