ETV Bharat / state

રખડતા ઢોર મુદ્દે મનપામાં આકરા પાણીએ, શહેરમાં ગેરકાયદેસર તબેલાઓ દૂર કરાયા

ખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટના કડક વલણ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી ગેરકાયદેસર તબેલાઓ તોડીને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સુરત મનપાએ 9 ઝોનમાં ટીમ બનાવી રખડતા ઢોર પકડવાની અને ગેરકાયદેસર તબેલા દૂર કરવાની રાઉન્ડ ધી ક્લોક કામગીરી શરૂ કરી છે.stray cattle, Illegal stables in Surat,Stray cattle in Surat

રખડતા ઢોર મુદ્દે મનપામાં આકરા પાણીએ, શહેરમાં ગેરકાયદેસર તબેલાઓ દૂર કરાયા
રખડતા ઢોર મુદ્દે મનપામાં આકરા પાણીએ, શહેરમાં ગેરકાયદેસર તબેલાઓ દૂર કરાયા
author img

By

Published : Aug 29, 2022, 3:58 PM IST

Updated : Aug 29, 2022, 4:08 PM IST

સુરત રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટના કડક વલણ બાદ સુરત મહાનગરપાલિકા એક્શન(Surat Municipal Corporation ) મોડમાં આવી છે. પાલિકાએ છેલ્લા ચાર દિવસમાં 250 થી વધુ રખડતા ઢોર(stray cattle )કબજે કર્યા છે. જ્યારે ઉગત કતારગામ, ડભોલી સહિતના વિસ્તારમાં 100થી વધુ ગેરકાયદે તબેલાઓ દૂર કરાયા છે. સુરત મનપાએ 9 ઝોનમાં બે-બે ટીમ બનાવી રખડતા ઢોર પકડવાની અને ગેરકાયદેસર તબેલા દૂર કરવાની રાઉન્ડ ધી ક્લોક કામગીરી શરૂ કરાઈ છે.

રખડતા ઢોર

આ પણ વાંચો રખડતા ઢોર મુદ્દે AMC આકરા પાણીએ, ઢોરના આતંકને જોઈ બનાવ્યા કડક નિયમો

ગેરકાયદેસર તબેલાઓને દૂર કરવા રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટના કડક વલણ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી ગેરકાયદેસર તબેલાઓ (Illegal stables in Surat)તોડીને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટીમો બનાવીને આ સમગ્ર કાર્યવાહી કરાવી રહી છે. આ ટીમોમાં ઝોનના એસઆઈ, બેલદાર, માર્શલ સહિત ઢોર ડબ્બા પાર્ટીનો સ્ટાફ અને સુરક્ષા વ્યવસ્થા માટે એસઆરપીની ટીમ તેનાત છે. અગત્યની વાત આ છે કે આરટીઓ હાલ સરકારી અને અર્ધસરકારી જગ્યાઓ પરત દબાણ કરી ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ તબેલાઓને દૂર કરવા પ્રાથમિકતા આપી રહી છે.

આ પણ વાંચો બે દિવસમાં જૂનાગઢ કોર્પોરેશને ધણખૂટ પકડવા ઝૂંબેશ ચલાવી, જૂઓ કેટલા પક્ડયાં

રાઉન્ડ ધ ક્લોક કામગીરી સુરત મેયર હેમાલી બોઘાવાળાએ જણાવ્યું હતું કે,છેલ્લા ચાર દિવસ દરમિયાન 18 થી 20 ટીમેં રાઉન્ડ ધ ક્લોક કામગીરી શરૂ કરી છે. સાથે સાથે ગેરકાયદે તબેલાઓ દૂર કરવાની પણ કામગીરી શરૂ કરાઇ છે. છેલ્લા ચાર દિવસમાં 100 થી વધુ તબેલા દૂર કરાયા છે. રસ્તાઓ પર રખડતા ડોર મળતા દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

Last Updated : Aug 29, 2022, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.