- કોરોના કાળમાં સુરત મનપાએ શરૂં કર્યું અભિયાન
- "માસ્ક નહીં તો ટોકેગે કોરોના કો રોકેગે " ખાસ અભિયાન
- માસ્ક ન પહેરનારા લોકો સામે સુરત મનપાની લાલ આંખ
સુરત: "માસ્ક નહીં તો ટોકેગે કોરોના કો રોકેગે " ખાસ અભિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ખાસ આજથી (શુક્રવાર) શરૂ કરાયેલા આ અભિયાન થકી લોકોને જાગૃત કરવામાં આવશે. કહેવાય છે કે, કોરોના કાળમાં માસ્ક કેટલું જરૂરી છે અને આ સાથે જે લોકોએ માસ્ક નહીં પહેર્યા હોય, તો તેમની પાસેથી દંડ પણ વસુલવામાં આવશે.
દંડની રકમ ત્રણ કરોડથી પણ વધુ
આ અંગે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછા નિધી પાનીએ જણાવ્યું હતું કે, કોરોનાની શરૂઆત થી લઇને અત્યાર સુધી અહીં શહેરના લોકોને દંડ કરવામાં આવ્યા છે અને આ દંડની રકમ ત્રણ કરોડથી પણ વધુ છે. હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનું નામ "માસ્ક નહીં તો ટોકેગે, કોરોના કો રોકેગે" શરૂ કરવામાં આવ્યું છે. જેના થકી લોકો પાસે જઇ-જઇને સમજાવવામાં આવશે કે તેઓ માસ્ક જરૂરથી પહેરે.
જે લોકો બેદરકારી બતાવશે તેની પાસેથી ચોક્કસથી દંડ વસૂલાશે
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી દંડની રકમ પણ વસુલ કરવામાં આવશે. એક તરફ જાગૃત પણ કરાશે અને જે લોકો બેદરકારી બતાવશે તેની પાસેથી ચોક્કસથી દંડ વસૂલાશે, જેથી કોરોના સંક્રમણને રોકી શકાય.