સુરત: શહેરના રાંદેર અને સેન્ટ્રલ ઝોનને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. હોટસ્પોટ વિસ્તારોમાં દિવસે દિવસે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરત કોર્પોરેશન દ્વારા કમ્યુનિટી ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. રોજ 600 જેટલા લોકોનું કમ્યુનિટી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે શહેરમાં દરરોજ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
જે લોકો પ્રાઇવેટ ક્લિનિક, આરોગ્ય કેન્દ્ર , કમ્યુનિટીમાં જાય છે, શરદી તાવ સહિત ખાંસીની સમસ્યા જણાવે છે તેઓને એક્ટિવ અથવા પેસિવ સર્વેલન્સ પર મૂકવામાં આવ્યા છે. અને કોવિડ સેન્ટર કોરોનાના લક્ષણોને આઇડેન્ટિફાઈ કરી તેમના ટેસ્ટિંગ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોનના બેગમપુરા, રામપુરા, સોદાગરવાડ, સૈયદપુરા વિસ્તારમાં ચેક કરતા એક સાથે 38 જેટલા કોરોના પોઝિટીવના દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં સુરતના માન દરવાજા ખાતે આવેલા ટેનામેન્ટમાંથી મોટી સંખ્યામાં કોરોના વાઇરસના દર્દીઓ સામે આવ્યા છે.