સુરત : ઉમરા પોલીસ દ્વારા મોબાઇલ સ્નેચિંગ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 120 મોબાઈલ જપ્ત કર્યા છે. આ ઉપરાત 3,30,500 રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ દ્વારા સમગ્ર શહેરમાંથી એક બાદ એક સવારે અને રાત્રી કે પછી દિવસ દરમિયાન કોઈ વ્યક્તિ એકલું જતું હોય તો તેઓના મોબાઈલ ફોન સ્નેચીંગ કરી ફરાર થઇ જતા હતા. જે આધારે રોજ બરોજ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધવામાં આવી રહી હતી.
કેવી રીતે આ શખ્સો પકડાયા : આ મામલે અંતે ઉમરા પોલીસ સ્ટેશનના સર્વલેન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ ઘણા સમયથી આરોપીઓને પકડવા માટે વોચ રાખી રહ્યા હતા. અંતે ગઈકાલે એક મોબાઈલ ચોરને પકડી પડ્યો હતો અને તેની પૂછપરછ કરતા અન્ય બે શખ્સોના નામ બહાર આવતા તેઓને પણ પોલીસે પકડી લીધા હતા. તેઓ પાસેથી કુલ 120 મોબાઈલ જેની કિંમત કુલ 22,50,000 રૂપિયા થાય છે. તેની સાથે 3,30,500 રૂપિયા પણ જપ્ત કરી લીધા હતા. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મોબાઈલ ચોરીની જે ઘટનાઓ બની હતી તે મોબાઇલ ચોરનાર એક વ્યક્તિની બાતમીના આધારે મહિધરપુરા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. તેના કારણે જે લોકો આ મોબાઈલ સ્નેચિંગ જેવી ઘટનાઓને અંજામ આપતા હતા. તેવી આખી ટોળકીને પકડી પાડવામાં આવ્યા છે. - સાગર બાગમારે ( સુરત પોલીસ DCP ઝોન -3)
કુલ પાંચ આરોપી : હાલ ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તેમની સાથે અન્ય બે શખ્સોની પણ હાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓમાં મુખ્ય આરોપી શાહિદ ઉર્ફે સાહીલ ઉર્ફે રાજા હારૂન સૈયદ જેઓ ઝાપા બજાર સુરત ખાતે રહે છે. બીજો આરોપી મુફેઝ રાવત મુલતાની જેઓ સુરતના જ રહેવાસી છે અને ત્રીજો આરોપી સીદ્દીક અબ્દુલ સત્તાર કાપડીયા જેઓ આ તમામ મોબાઇલ ફોનને પોતાની પાસે રાખતો હતો અને સાથે તેનું વેચાણ પણ કરતો હતો.
ક્યા ક્યા વિસ્તારમાં ચોરી કરતા : વધુમાં જણાવ્યું કે, આ તમામ આરોપીઓ દ્વારા સુરત શહેરના ઉમરા, વેસુ, અલથાણ, અડાજણ, પાલ, ગોડાદરા, ડિંડોલી, કતારગામ, સલાબતપુરા, મહિધરપુરા વિવિધ સ્થળોએ મોબાઇલ સ્નેચીંગની ઘટનાઓને અંજામ આપતા હતા. જેમાં સુરત શહેરના લોકો સવારે અને સાંજના સમયે વોક કરતા હોય કે પછી અન્ય કામ અર્થે બહાર જતા હોય ત્યારે તેઓના મોબાઇલ સ્નેચિંગ કરી ફરાર થઇ જતા હતા. હાલ આ તમામ પાસેથી કુલ 120 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત જે મોબાઈલો વેચવામાં આવ્યા હતા તેના કુલ 3,50,000 રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે. તેની સાથે જે ટૂ વ્હીલ ગાડીઓ સાથે તેઓ આ ઘટનાને અંજામ આપતા હતા. તેવી બે ગાડી પણ જપ્ત કરવામાં આવી છે. તેમની પાસેથી ડાઇરીઓના પુરાવા પણ મળી આવ્યા હતા.
38 E-FIR નોંધાયેલી છે : વધુમાં જણાવ્યું કે, આ પાંચ સિવાય અન્ય સ્નેચિંગ કરનાર શખ્સો હતા એવા 13ના નામો બહાર આવ્યા છે. પોલીસ દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ આરોપીઓ પાસેથી કુલ 18 જેટલા ગુનાઓની ડિટેકટ થાય છે. બીજી તમામ E-FIR જે દાખલ કરવામાં આવી છે. જેની હાલ પ્રોસેસ ચાલી રહી છે. ટોટલ પોલીસ દ્વારા 38 E-FIR નોંધાયેલી છે જે તમામ E-FIR શોધી મુદ્દામાલ મોબાઈલ ફોન રીકવર થયેલા છે અને બાકીના કબ્જે કરેલા મોબાઈલ ફોનની વધુ વિગતે તપાસ ચાલુ છે.