સુરત : શહેરમાં 25 વર્ષીય પરિણીતા એ સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા આસિયાના કોમ્પ્લેક્સમાં રહેતી 25 વર્ષીય લૂંટફોનેશા રહેમતુલ્લા શેખ જેઓ ગઈકાલે સાંજે રાતે 8 વાગ્યાંની આસપાસ પોતાના જ ઘરે સુસાઇડ નોટ લખી જીવન ટૂંકાવી લીધું હતું. જોકે ઘટનાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. તો બીજી બાજુ પોલીસે આ મામલે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટના 8:30 વાગ્યાની આસપાસ બની હતી. મૃતક મહિલા જેઓ 25 વર્ષના હતા. તેમનું નામ લૂંટફોનેશા રહેમતુલ્લા શેખ છે તેમની પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી આવ્યું હતું. તેમાં લખવામાં આવ્યું હતું કે, હું મારી મરજીથી આત્મહત્યા કરી રહી છું. - રામજીભાઈ (પોલીસ કોન્સ્ટેબલ)
મહિલાનો પતિ દુબઈમાં : વધુમાં જાણવા મળ્યું કે, તેમના પતિ રહેમતુલ્લા શેખ છેલ્લા બે વર્ષથી દુબઇમાં છે. તેઓ ત્યાં એસી મેકેનિકનું કામ કરે છે. તેમને 5 વર્ષની દીકરી છે. પરિવાર છેલ્લા 8 વર્ષથી સુરત રહે છે. મૂળ તેઓ પશ્ચિમ બંગાળના છે. હાલ મહિલાનો ફોન પણ કબ્જે લેવામાં આવ્યો છે.
પરિવારજનોએ શું કહ્યું : આ બાબતે મૃત મહિલાના ભાઈ અતિકે, જણાવ્યું કે, અમે બહાર ગયા હતા અને ઘરે આવ્યા તો બેન હોલમાં જોવા મળિયા હતા. આ જોઈ હું ગભરાઈ ગયો હતો. અમે અહીં બધા સાથે જ રહીએ છીએ. તેમણે શા માટે આત્મહત્યા કરી હજી સુધી જાણી શકાયું નથી. બેનએ આ પગલું ભરતા પહેલા પોતાની 5 વર્ષની દીકરી આસિયા વિષે પણ નઈ વિચાર્યું. હાલ આસિયા ગામમાં છે. અમે મૂળ પશ્ચિમ બંગાળમાં આવેલ ટેલાંપુરગામના છીએ.