સુરત : કતારગામ વિસ્તારમાં વર્ષ 2002માં બે મહિલાઓની કરપીણ હત્યા કરી નાસી ગયેલા બે મુખ્ય આરોપીઓની 21 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાના ઘનશ્યામ જિલ્લાથી ધરપકડ કરી છે. બંને આરોપીઓ ઓરિસ્સામાં રહેતી પોતાની પ્રેમિકાઓને લઈ હત્યાના ઇરાદેથી સુરત આવ્યા હતા અને સુરતમાં કરપીણ હત્યા કર્યા બાદ ઓરિસ્સા નાસી ગયા હતા.
શું હતો સમગ્ર મામલો : સુરત શહેરના કતારગામ વિસ્તારમાં વર્ષ 2002માં આરોપી દિલીપ બિસોઈ અને સંગ્રામ શાહુ ઓરિસ્સાના બ્રહ્મપુરમાં રહેતી પોતાની પ્રેમિકાઓ સંતોષી અને નર્મદાને લઈને સુરત આવ્યા હતા. બંને આરોપીઓને તેમની બંને પ્રેમિકાઓ અવારનવાર લગ્ન કરવા માટે દબાણ પણ કરતી હતી. જેથી તેઓએ બંનેને સુરત હત્યાના ઇરાદાથી લઈ આવ્યા હતા. સુરત લઈ આવ્યાના બીજા દિવસે જ બંને પ્રેમિકાઓને તાપી નદી કિનારે ફરવા લઈ ગયા હતા અને બંને આરોપીઓએ પોતાની પ્રેમિકાઓના ગળા કાપી નાખી હત્યા કરી હતી. આરોપીઓ હત્યા કર્યા બાદ ઓરિસ્સા નાસી ગયા હતા.
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, આ હત્યાના આરોપી ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લામાં રહે છે. નાસ્તા ફરતા સ્કોરના પોલીસ કર્મીઓ સહિત એક ટીમ આરોપીઓની ધરપકડ કરવા માટે ઓરિસ્સા રવાના થઈ હતી. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 44 વર્ષીય સંગ્રામ સીમા શાહુ અને 39 વર્ષીય દિલીપ બિસોઈની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. -રૂપલ સોલંકી (ક્રાઈમ બ્રાન્ચના DCB)
આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ ઓરિસ્સા નાસી ગયા હતા. એક આરોપી ત્યાં દુકાન જ્યારે બીજો ટ્રેક્ટર ચલાવતો હતો. બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બંને આરોપીઓ પર ખુનના ત્રણ, ધાડના એક, લુટના એક અને ખૂનની કોશિશના એક તેમજ એક્ટનો એક કેસ દાખલ છે.
વોન્ટેડ લિસ્ટ બનાવવામાં આવી છે : ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં અનેક એવા કેસો છે કે જેમાં આજ દિન સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. અપરાધિક ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ શહેરથી નાસી ગયા છે. પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આવા કેસમાં આરોપીઓની ધરપકડ થાય આ માટે કડક સૂચના આપવામાં આવી છે. જેમાં 10 થી 20 વર્ષ જૂના અપરાધિક કેસોમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Dahod Crime: દાહોદમાં ભાઈએ કરી ભાઈની હત્યા, ભાભીના પ્રેમમાં અંધ બની ઘડ્યુ કાવતરુ
Porbandar Crime : જેઠે નાના ભાઈની પત્નીની હત્યા કઇ વાતે કરી નાંખી?