ETV Bharat / state

Surat Kamaraj Murder Case: વાવ ગામમાં થયેલી હત્યામાં સંડોવાયેલા પાંચ આરોપીઓના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા - સુરતના કામરેજમાં હત્યા

કામરેજ તાલુકાના વાવ ગામ નજીક ખેતરમાંથી અજાણ્યા યુવકની હત્યા( Surat Kamaraj murder case)થયેલી હાલતમાં લાશ મળી હતી. આ હત્યાના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં છે. પોલીસે (Surat LCB and SOG Police)ઝડપાયેલા તમામ હત્યારાઓને કામરેજ પોલીસે કઠોર કોર્ટમાં રજૂ કર્યા હતા કઠોર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા

Surat Kamaraj murder case: વાવ ગામમાં થયેલી હત્યામાં સંડોવાયેલા પાંચ આરોપીઓના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા

author img

By

Published : Feb 2, 2022, 8:05 PM IST

Updated : Feb 2, 2022, 8:29 PM IST

સુરતઃ કામરેજના વાવ ગામ નજીક ઓવરટેક બાબતે થયેલી હત્યાની ( Surat Kamaraj murder case)ઘટનામાં પોલીસે 5 આરોપીઓને ઝડપયા હતા. આ તમામ હત્યારાઓના કઠોર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

કામરેજમાં હત્યાની ઘટના

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 13-01-2022 ના રોજ કામરેજ તાલુકાના વાવ ગામ નજીક આવેલી નહેરની બાજુમાં શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવકની(Murder in Kamaraj of Surat) હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં આ યુવક સુરત શહેરના ડીંડોલી વિસ્તારનો અને બોલેરો પિકઅપ લઈ કામે નીકળ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું ત્યારે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યારાઓને ઝડપી લેવા જિલ્લા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા અને જિલ્લા LCB અને SOGની ટીમે પાંચ હત્યારાઓને ઝડપી લીધા હતા.

આરોપીઓના રિમાન્ડ મંજુર

આ પણ વાંચોઃ સુરતમાં પત્નીના અન્ય યુવક સાથે આડા સબંધ મામલે પતિએ કરી પત્નીની હત્યા

પોલીસને ગેર માર્ગે દોરવા પીકઅપ માંથી વસ્તુઓની કરી ચોરી

હત્યારાઓની પોલીસે કડક પૂછપરછ કરતા મૃતક યુવકને ઓવરટેક કરવાની બાબતે મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જણાવ્યું હતું. પાંચ હત્યારાઓ ઇકો ગાડી લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન કામરેજના નવાગામ ઓવરબ્રિજ પાસે મૃતક પોતાનો બોલેરો પીકઅપ ઓવરટેક કરી રહ્યો હતો તે દરમિયાન પિકઅપ બોલેરો હત્યારાઓની ઇકો ગાડીના જમણી તરફના ભાગે લાગી જતા પીકઅપ ગાડી ઉભી રખાવી હતી અને મૃતક યુવકને ઢોર માર માર્યો હતો. બાદમાં બે હત્યારાઓ પિકઅપ ગાડીમાં બેસી વાવ ગામે નેહરની બાજુમાં ગાડી ઉભી રાખી હતી, અને મૃતક યુવકને બોલેરો માંથી ઉતારી માથામાં પક્કડ મારી દીધું હતું મૃતક યુવકે બૂમાબૂમ હત્યારાઓ મૃતકને શેરડીના ખેતરમાં લઈ ગયા હતા અને ત્યાં મૃતક યુવકને માથામાં પાઇપ તેમજ પથ્થર વડે માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનામાં હત્યારાઓ એ પોલીસને ગેરમાર્ગે દોરવા પિકઅપ બોલેરોમાંથી બેટરી, ટાયર સહિતની ચીજવસ્તુઓની ચોરી કરી હતી.

પોલીસે બાતમીના આધારે હત્યારાઓને ઝડપયા

હત્યારાઓને પકડી પાડવા જિલ્લા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા. તે દરમિયાન જિલ્લા LCB અને SOG પોલીસે બાતમીના આઘારે કામરેજના દિગસ ગામેથી હત્યારાઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા તમામ હત્યારાઓને કામરેજ પોલીસે કઠોર કોર્ટમાં રજૂ કર્યા હતા કઠોર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

આ પણ વાંચોઃ Surat Muder Accused Arrest : યુવકની હત્યાના આરોપીને આગ્રાથી પકડી લેવામાં સફળતા મળી, પોલીસે આ રીતે ઉકેલ્યો ભેદ

Last Updated : Feb 2, 2022, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.