સુરત: શહેર મહાનગરપાલિકા અત્યાર સુધી શહેરમાંથી પસાર થતી ખાડીઓ પર 60 બ્રિજ, ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે 28 ફ્લાય ઓવર બ્રિજ અને રેલવે પાટાને ઓળંગતા 18 રેલ્વે બ્રિજનું નિર્માણ કરી ચૂકી છે. તો બીજી તરફ પાલિકાએ નદીની બન્ને તરફ વસેલા શહેરને જોડવા 18 બ્રિજ બનાવ્યાં છે. શહેર જે ટેક્સટાઈલ સિટી, ડાયમંડ સિટી, સ્માર્ટ સિટી અને ગ્રીન સિટી તરીકે ઓળખાય છે. જેની હવે વધુ નામ બ્રિજ સિટી તરીકે પણ થઈ ગયું છે. શહેરમાં 125 બ્રિજ મનપા દ્વારા બનાવી દેવામાં આવ્યા છે.
સુરતના લોકોની સુખાકારી તેમજ શરતોને ધ્યાનમાં રાખી વધુને વધુ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં હવે વધુ પાંચ બ્રિજની સોગાત શહેરીજનોને મળવા જઇ રહી છે. શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વધુને વધુ બ્રિજની સોગાત શહેરીજનોને આપવામાં આવી રહી છે. તેમજ હયાત બ્રિજનું પણ નો વાઈન્ડિંગ કરીને ટ્રાફિકની સમસ્યાને હળવા કરવા માટે શક્ય તમામ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.
હાલ શહેરમાં કુલ 125નો બ્રિજ કાર્યરત છે. જ્યારે 10 બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેમાં હવે પાંચ બ્રિજ શહેરીજનોને નવા વર્ષના શરૂઆતના મહિનાઓમાં આપવાની તૈયારી મનપા દ્વારા કરવામાં આવી રહી છે.
સુરત શહેર એ બ્રિજ સિટી બની ગયું છે. જેમાં કુલ 125નો બ્રિજ હાલમાં કાર્યરત છે. શહેરમાં પ્રથમ બ્રિજ રૂપિયા 69.67 લાખના ખર્ચે તૈયાર કરાયેલો છેલ્લો બ્રિજ 145 કરોડનો બન્યો. આઝાદ ભારતમાં સિંગલ પ્લેઇન હાઈ પાઇપલોન કેબલ સ્ટેઇડ બ્રિજ ટાઇપનો કોલકાતા બાદ દેશનો બીજો બ્રિજ પણ સુરતમાં છે. અડાજન અઠવાને જોડતા આ બ્રિજના કારણે દરરોજ 5 લાખ લોકોને લાભ મળે છે.