સુરત : સુરતીઓએ એક સાથે 1.50 લાખ લોકોએ યોગ કરી ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નામ સ્થાપિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિની દેન સમા યોગદિનની વિશ્વભરમાં 21મી જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવામાં આવ્યો હતો. આ વર્ષે 9મો યોગ દિવસને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પૃથ્વી, એક સ્વાસ્થ્યના નારા સાથે વસુદેવ કુટુંબકમ માટે યોગ અને હર ઘરના આંગણે યોગની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ત્યારે આ આંતરરાષ્ટ્રીય યોગ દિનની રાજ્યકક્ષાની ઉજવણી સુરતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.
-
Congratulations Surat! A remarkable feat. https://t.co/AM2yoWTZu1
— Narendra Modi (@narendramodi) June 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations Surat! A remarkable feat. https://t.co/AM2yoWTZu1
— Narendra Modi (@narendramodi) June 21, 2023Congratulations Surat! A remarkable feat. https://t.co/AM2yoWTZu1
— Narendra Modi (@narendramodi) June 21, 2023
સુરતીઓનો રેકોર્ડ : એક સાથે 1.50 લાખ લોકોએ યોગ કરી ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નામ સ્થાપિત કરવા બદલ વડાપ્રધાન મોદીએ સુરતીઓને અભિનંદન પાઠવ્યા છે. શહેરમાં રાજ્યકક્ષાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ વખતે સુરતના કુલ 1.50 લાખ લોકોએ એક સાથે યોગ કરીને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધવામાં આવ્યું હતું. શહેરીજનોને મોટી સંખ્યામાં જોડાયા હતા. સવારે 6થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન, ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સહિત 1.50 લાખથી વધુ લોકો એક સાથે યોગ કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યું હતું. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતીઓને અભિનંદન પાઠવ્યા છે.
12 કિલોમીટરના રોડ પર યોગા : ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ સુરતના યોગ દિવસનો વિશ્વ રેકોર્ડને લઈને ટ્વીટ કર્યું હતું, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રી ટ્વીટ કરી સુરતીઓને અભિનંદન પાઠવ્યા છે. સુરતના લોકોએ ગઈકાલે કુલ 12 કિલોમીટરના રોડ પર યોગની ઉજવણી કરી હતી. આ તમામ લોકોએ પોતાના હાથ પર એક સ્કેનર લગાવ્યું હતું. જે સેન્સરના માધ્યમ દ્વારા આ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોની સંખ્યા વધારે હોવાને કારણે સેન્સરની સંખ્યા પણ ઘટી ગઈ હતી, પરંતુ તેમ છતાં 1.50 લાખ જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને યોગાસન કર્યું છે. તે ગિનિસ બુક એક રેકોર્ડમાં સ્થાપિત થયું છે.