સુરત : સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ જે રાહુલની ધરપકડ કરી છે, તે રાહુલ નહીં પરંતુ બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરનાર મોહમ્મદ સોહાગબાબુ છે. બાંગ્લાદેશીઓની સુરતમાં વધેલી ઘૂસણખોરી વચ્ચે SOGની ટીમે સુરતમાં રાહુલબાબુના હિન્દુ નામથી બનાવટી આધાર કાર્ડ બનાવી રહેતાં બાંગ્લાદેશનાં સોહાગબાબુ મો. ઇસરાયલ મુલ્લાને ઝડપી લીધો હતો. તેની પાસેથી ત્રણ ભારતીય આધાર કાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ મળી આવ્યા હતા.
શું છે સમગ્ર મામલો : SOG પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરીની આગેવાનીમાં સુરતમાં ગેરકાયદેસર રહેતાં બાંગ્લાદેશીઓને શોધવા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. મેં મહિનામાં જ એક સગીર બાંગ્લાદેશીને વરાછાના સ્પામાંથી ઉગાડવામાં આવી હતી. બાંગ્લાદેશનો જ વતની પિકુલ મુલ્લા તેને લગ્ન કરી ગેરકાયદેસર બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી વાયા હાવડા થઇ સુરત લઇ આવ્યો હતો અને તેને બળજબરી દેહવેપારના ધંધામાં ધકેલી દીધી હતી. આ યુવતની કે પૂછપરછમાં તેનો પતિ પણ સુરતમાં જ રહેતો હોવાનું અને પતિ પાસેથી મુક્ત કરાવનાર પ્રેમી પણ બાંગ્લાદેશી જ હોવાનું ખુલ્યું થયું હતું.
બાંગ્લાદેશી વ્યક્તિ બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતીય આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાનકાર્ડ સાથે ઝડપાયો છે. આરોપી મોહમ્મદ સુહાગબાબુની ઉંમર 36 વર્ષ છે અને હાલ તે રાંદેર વિસ્તારમાં રહેતો હતો. વર્ષ 2017માં તે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી ભારતમાં આવ્યો હતો અને સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતો હતો. તેને પોતાની ઓળખ ભારતીય તરીકે સ્થાપિત કરવા માટે બોગસ કાગળો થકી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાનકાર્ડ બનાવ્યું. આરોપી સામે આઇપીસીની કલમ 465, 467, 468 471 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. તેને ઓળખ કાર્ડ બનાવવા માટે કોને મદદ કરી હતી. તે અંગે અમે તપાસ કરી રહ્યા છે. - એ.પી.ચૌધરી (પોલીસ ઇન્સ્પેક્ટર)
ત્રીજા આધારકાર્ડ રાહુલના નામથી બનાવાયો : પોલીસે હાથ ધરેલી તપાસ વચ્ચે રાંદેરના રામનગરમાં પ્રિતમ એપા.માં રહેતો અને પેકેજ ડ્રીન્કીંગ વોટરની સપ્લાય કરતો રાહુલબાબુ ઉત્તમ મંડલનું જ ખોટું નામ ધારણ કરીને રહેતો હોવાનું અને તે બાંગ્લાદેશથી 2017થી ગેરકાયદેસર રીતે સુરતમાં રહેતો હોવાની બાતમી મળી હતી. પોલીસે આ શખ્સને ઝડપતા તેની પાસેથી ત્રણ ભારતીય આધાર કાર્ડ ઉપરાંત, પાનકાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ મળી આવ્યા હતા. ત્રણ પૈકી બે આધાર કાર્ડ ઉપર મો. સોહાગ, મો. ઇસરાયલ મુલ્લા લખ્યું હતું. ત્રીજા આધારકાર્ડ રાહુલનાં નામથી બનાવાયો હતો.