સુરતઃ ગુજરાત વિધાનસભા ગૃહનું બજેટ સત્ર 23મી ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈ 24મીએ સરકારનું વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. જોકે, બજેટ પહેલા અનેક લોકોની જેમ સુરતની ગૃહિણીઓને પણ ઘણી આશા અપેક્ષાઓ છે. જોકે, હાલમાં જ સિંગતેલના ભાવમાં 400 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. તેવામાં હવે આ બજેટમાં ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાશે કે પછી કંઈક રાહત મળશે તે તો 24મીએ ખબર પડશે.
આ પણ વાંચોઃ Gujarat Budget 2023: ભાજપને 156 બેઠક જીતાડનારી પ્રજાની નજર હવે બજેટ પર
ઘરનું બજેટ ખોરવાઈ જાય છે: આ અંગે સુરતના ગૃહિણીએ જણાવ્યું હતું કે, હું ગૃહિણી તરીકે જોવા જઉં તો બધાના જ ભાવ ડબલ થઈ ચૂક્યા છે અને જયારે તમારી ફિક્સ ઈન્કમ હોય અને ડબલ ભાવ થાય ત્યારે તમારે ક્યાં જવાનું. દૂધની વાત કરીએ તો, છેલ્લા બે-ત્રણ મહિનામાં પ્રતિલિટર પ્રમાણે 2થી 3 ગણો ભાવ વધી ગયો છે. આ પહેલા જે તેલનો ભાવ હતો. તે તે તેલનો ભાવ હાલ થોડા સમય પહેલા જ 400 રૂપિયા લિટર થઈ ગયો છે.
ગૃહિણીઓની આશાઃ જો પેટ્રોલની વાત કરીએ તો, પેટ્રોલની કિંમત પણ ઘણી વધી છે. આ જ રીતે બાસમતી ચોખા જે 60-70 રૂપિયામાં મળતા હતા. તે આજે 100 રૂપિયાની ઉપર ભાવે મળે છે. તેવી જ રીતે ઘઉં, મરી મસાલાનો પણ ભાવ વધ્યો છે. એટલે કે, જ્યારે ફિક્સ ઈન્કમ હોય ત્યારે ભાવ જો બધી જ બાજૂએથી વધી રહ્યો હોય. ત્યારે તો ઘરનું બજેટ ખોરવાઈ જાય છે. એટલે કે, એક મુશ્કેલીને સુધારવા જાઓ તો બીજી ઘણી બધી મુશ્કેલીઓ આવી જતી હોય છે. તે રીતની પરિસ્થિતિ આજે જોવા મળી રહી છે, જેથી સરકાર થોડું ઘણું ગૃહિણીઓને પણ ધ્યાનમાં રાખીને બજેટ બહાર લાવે તો સારુ રહેશે.
સરકાર ગૃહિણીઓ અને મધ્યમ વર્ગના પરિવાર માટે વિચારશેઃ આજની સરકાર સારી રીતે શાસન કરી શકે તેવી સરકાર છે. તો અમને સરકાર પાસેથી ચોક્કસથી આશાઓ અપેક્ષા છે કે, સ્ત્રીઓ, ગૃહિણીઓ અને મધ્યમ વર્ગના પરિવાર માટે જરૂરથી વિચારશે. તેમનું આગામી બજેટ અમને પરવળે તેવું હશે. જે દિવસે દિવસે મોંઘવારીઓ વધી રહી છે. તેને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરશે. તે સાથે સરકાર મહિલાઓને આગળ લાવવા માટે જેતે પ્રયાસ કરી રહી છે. તો ચોક્કસથી અમારી માટે કોઈ સરપ્રાઈઝ જરૂર હશે. આનાથી અમને ખુબ જ ખુશી થશે.
આવકના સ્ત્રોત વધે તો મોંઘવારી નડતી નથીઃ ગૃહિણીએ જણાવ્યું હતું કે, હા મોંઘવારી છે, પરંતુ તેની સામે આવક પણ વધી છે. તો આપણો જે પ્રમાણે ઘરનું બજેટ હોય છે તે તેમાં આવી જતું હોય છે. એટલે મોંઘવારી સાથે આવકના સ્ત્રોત વધે તો એટલી મોંઘવારી આપણે માથે નથી પડતી. હા પણ હું સરકારથી ચોક્કસથી વિનંતી કરીશ કે, 2023ના બજેટમાં મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે, રોજબરોજની જે વસ્તુઓ છે. તેની ઉપર ધ્યાન આપવામાં આવે. ઉપરાંત ઘણા બધા ગરીબ લોકો છે તો તેમને પણ ધ્યાનમાં રાખીને બજેટ બહાર લાવવામાં આવે તો પ્રજાએ જે સરકાર ઉપર ભરોસો મૂક્યો છે તે કાયમ રહેશે.
નિમ્ન અને મધ્યમ વર્ગના લોકોને કરવો પડતો હોય છેઃ રાજ્ય સરકાર દ્વારા દર વખતે બજેટ સારા જ બહાર પાડવામાં આવે છે. તે થકી મહિલાઓને ખૂબ જ મોટો લાભ પણ થાય છે, પરંતુ જયારે નવું બજેટ આવી રહ્યું છે અને દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે ત્યારે ઘર ચલાવવાની જવાબદારી જ્યારે સ્ત્રી ઉપર હોય છે ત્યારે સરકાર દ્વારા આ સ્ત્રીની જવાબદારી વિશે ખૂબ જ સારી રીતે વિચાર કરવામાં આવે અને એક ઘર સ્ત્રી સારી રીતે ચલવી શકે તે માટે સ્ત્રીઓને જે ફાયદા થતા આવ્યા છે તથા સ્ત્રીઓને જે અધિકારો આપવામાં આવ્યા છે. તેના માટે સરકાર મોટાપાયે વિચાર કરે અને તેનો લાભ દરેક ગૃહિણીઓણી આશા અપેક્ષાઓ સરકાર પાસે છે.
રસોડાનું બજેટ ખોરવાયુંઃ અનાજ, કઠોળ, દૂધ ગેસના બાટલાના ભાવ પણ વધી રહ્યા છે. આના કારણે ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખુબ જ અઘરી પસ્થિતિમાં ચાલી રહ્યું છે. પરંતુ સરકારે આ વિશે વિચાર કરીને મહિલાઓનો વિચાર કરવો જરૂરી છે. ત્યારે આવી પરિસ્થિતિઓ મધ્યમ વર્ગમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે. ત્યારે ઉપરના વર્ગમાં આ પ્રકારની પસ્થિતિઓ જોવા મળતી નથી અને આ પ્રકારનો સંઘર્ષ નીચેના અને મધ્યમ વર્ગના લોકોને કરવો પડતો હોય છે. તો એક બાજુ લોન હોય છે અને એક બાજૂ ઘર ચલાવવું વિકટ પરિસ્થિતિમાં ઘરના માલિક ઉપર ખૂબ જ મોટી જવાબદારી હોય છે. ત્યારે સ્ત્રી તેના પાયારૂપ બનીને મદદરૂપ થતી હોય છે. ત્યારે સ્ત્રીઓની આ બજેટમાં ઘટાડો કરવામાં આવે સ્ત્રીઓ પણ પતિને સારી રીતે મદદરૂપ થઈને સારી રીતે ઘરસંસાર ચલાવી શકે. સરકાર આવી સ્ત્રીઓ વિશે વિચાર કરીને બજેટ આવશે તો સારું જીવન અને ઘર સંસાર કોઈને પ્રાપ્ત થઈ શકશે.