સુરત : માંડવી તાલુકાના પીપરિયા ગામે અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાઈગર હોર્સ ગ્રુપ દ્વારા આ અશ્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ 5 કેટેગરીમાં અશ્વ સ્પર્ધાને પ્રસ્થાન કરાવ્યું હતું. યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાત સહિત 5 રાજ્યોમાંથી 300 જેટલા અશ્વ પ્રેમીઓએ ભાગ લીધો હતો.
300 જેટલા અશ્વોએ ભાગ લીધો : દર વર્ષે પીપરીયા ગામે તાપી નદીના તટ પર ટાઈગર ગ્રુપ દ્વારા અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાંથી 300 જેટલા અશ્વો પ્રેમીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા થયેલા અશ્વો માલિકોને ટોપી અને રોકડ રકમ આપી સન્માનિત કરાયા હતા. જોકે આ અશ્વ દોડ સ્પર્ધામાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજરી આપવા આવતા મેદાન પોલીસ છાવણીમાં જોવા મળ્યું હતું.
આ પણ વાંચો : વિસરાઈ ગયેલી સ્પર્ધાનું ફરી આયોજન, લવાછા ગામે અશ્વદોડ યોજાઈ
ખંભાળિયામાં પણ આયોજન : થોડા મહિના અગાઉ ખંભાળિયા તાલુકાના ભારાબેરાજા ગામે વાંચીયા દેરાજ રૂડાચની દીકરીના લગ્ન અનોખી રીતે ઉજવાયા હતા. લગ્ન પ્રસંગે પરિવારે અશ્વ રેસ રાખી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. શાહી ઠાઠ સાથે લગ્ન પ્રસંગે અનોખું આયોજન કરી લગ્ન પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. જેમાં 50થી વધારે અશ્વ રેસમાં ગુજરાતમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અનોખા લગ્ન પ્રસંગમાં આસપાસના વિસ્તારના લોકોએ અશ્વ રેસનો પણ આનંદ માણ્યો હતો.
આ પણ વાંચો : Ashwa yatra: હમીરજી ગોહિલની શહાદતને યાદ કરતી અશ્વ યાત્રા પહોંચી સોમનાથ
હમીરજી ગોહિલની શહાદતને યાદ કરતી અશ્વ યાત્રા : આ ઉપરાંત થોડા દિવસ પહેલા ભાવનગરના તળાજાથી 9 અશ્વો સાથેનું એક મંડળ લાઠીના વીર હમીરજી ગોહિલની શોર્યગાથા અને વિધર્મીઓના આક્રમણ સામે સોમનાથ મંદિરને બચાવીને શહીદ થયા હતા. તેમની શહાદત યુવાનોમાં પહોંચે તે માટે નવ અશ્વ સાથેની યાત્રા ભાવનગરના તળાજાથી નીકળી હતી. જે સોમનાથ મંદિર પરિસર ખાતે પહોંચીને હમીરજી ગોહિલની સ્મૃતિ અને તેમની પ્રતિમાનું પૂજન કર્યું હતું. સોમનાથને વિધર્મીઓના આક્રમણ સામે બચાવીને અદમ્ય સાહસ અને વીરતાનું જે ઉદાહરણ હમીરજી ગોહિલ અને તેમના લડવૈયાઓએ પૂરું પાડ્યું હતું. તે આધુનિક સમયના યુવાનોમાં વધુ મજબૂત બને તેવા હેતુ સાથે નવ અશ્વો સાથેની યાત્રા સોમનાથ ખાતે આવી પહોંચી હતી. તેનું સ્વાગત સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ અને શિવભક્તોએ કર્યું હતું.