સુરત : પિતાને મળ્યા બાદ નોકરીએ જતા યુવકનું રસ્તામાં હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. લગભગ 11:00 વાગ્યે એક વ્યક્તિ રસ્તાની વચ્ચે બેભાન થઈને પડી જાય છે અને લોકો તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જાય છે. જ્યાં ફરજ પર હાજર ડૉક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરવા આવે છે. તબીબો જણાવે છે કે, હાર્ટ એટેકને કારણે તે બેભાન થઈ ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.
શું છે સમગ્ર મામલો : સુરત શહેરના સચિન વિસ્તારમાં રહેતા 42 વર્ષીય પંકજ પટેલ પલસાણા વિસ્તારમાં આવેલી એક મિલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. નોકરીએ જતા પહેલા તે રોજ ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર-3માં તેના પિતાને મળવા જતો હતો. પિતાને મળ્યા પછી જ તે એકાઉન્ટન્ટ તરીકેના કામ માટે નીકળી જતા હતા. રાબેતા મુજબ સચિનથી ઉધના વિસ્તારમાં આવ્યા બાદ તે તેના પિતાને મળીને મિલમાં જવા નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં તે અચાનક બેભાન થઈ ગયો હતો.
પંકજ બેભાન થઈને રસ્તાની વચ્ચે પડીને મૃત્યુ : પંકજને રસ્તાની વચ્ચે પડતા જોઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. પંકજને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પંકજના સ્વજનોને હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા. પંકજના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવાર પર શોકના વાદળો છવાઈ ગયા હતા. જે રીતે પંકજ બેભાન થઈને રસ્તાની વચ્ચે પડીને મૃત્યુ પામે છે તે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
આ પણ વાંચો : Patan News : રાધનપુર સોમનાથ રુટના બસ ડ્રાયવરને ચાલુ બસે હાર્ટ એટેક, પ્રવાસીઓને હેમખેમ રાખી મોતની સોડ તાણી
પુત્ર અને પુત્રી કેનેડામાં ભણે : પંકજના ભાઈ સુશીલ ભાઈએ જણાવ્યું કે, તે રોજની જેમ પિતાને મળવા ગયો હતો, તે મિલમાં કલેક્શનનું કામ કરતો હતો, તે સવારે 11:00 વાગ્યે ઉધનાથી નીકળી રહ્યો હતો, ત્યારે રસ્તાની વચ્ચે તેને ચક્કર આવતા તે નીચે પડી ગયો હતો. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પંકજને બે બાળકો છે, એક છોકરી અને એક છોકરો, પુત્ર કેનેડામાં અભ્યાસ કરે છે. હાલમાં જ ડોક્ટરોએ કહ્યું હતું કે, તેના હાર્ટમાં બ્લોકેજ છે અને તેની સારવાર થાય તે પહેલા જ આ દુ:ખદ ઘટના બની હતી.
આ પણ વાંચો : Surat News : સુરતમાં સોડા પીતા પીતા અચાનક યુવક જમીન પર ઢળી પડતા થયું મૃત્યુ
ગુજરાતમાં એક જ દિવસમાં બે મૃત્યુ : ઉલ્લેખનીય છે કે, માત્ર સુરતમાં જ નહીં, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થઈ રહ્યું છે. ગુજરાતના રાજકોટ અને સુરતમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી મૃત્યુના 2 કેસ નોંધાયા છે. સમગ્ર મામલામાં ડોક્ટરોનું કહેવું છે કે, જીવનશૈલીમાં બદલાવ અને વધુ પડતા માનસિક તણાવને કારણે આવી ઘટનાઓ વધી રહી છે.