ETV Bharat / state

Surat Crime : રાધાકૃષ્ણ સીરિયલમાં ભીમનું પાત્ર ભજવનાર ઠગબાજ નીકળ્યો, પૈસા લઈને મુંબઈ દમણ તરફ રફુચક્કર થતો - Radha Krishna serial Bheem role doer cheat

રાધાકૃષ્ણ સીરિયલમાં ભીમનો રોલ કરનાર મહા ઠગબાજ નીકળ્યો છે. સુરત પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરતા ડ્રગ્સ અને ઠગાઈ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ શખ્સ ટીવી સિરીયલમાં કામ કરતો હતો અને દુકાનદારની નજર ચૂકવીને પૈસા લઈને મુંબઈ-દમણ રફુચક્કર થઈ જતો હતો. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ.

Surat Crime : રાધાકૃષ્ણ સીરિયલમાં ભીમનું પાત્ર ભજવનાર ઠગબાજ નીકળ્યો, પૈસા લઈને મુંબઈ દમણ તરફ રફુચક્કર થતો

author img

By

Published : Jul 3, 2023, 8:20 PM IST

રાધાકૃષ્ણ સીરિયલમાં ભીમનો રોલ કરનાર મહા ઠગબાજ નીકળ્યો

સુરત : ડ્રગ્સ અને મોજ શોખના રવાડે ચઢેલા એક મહા ઠગબાજને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રખ્યાત ટીવી સીરીયલ રાધાકૃષ્ણ સીરિયલમાં ભીમની ભૂમિકા ભજવનાર આ ઠગબાજ દુકાનદારો પાસે જતો હતો. તેમની નજર ચૂકવીને અથવા છુટા પૈસા આપવાનું કહીને ઠગાઈ આચરતો હતો. આ મહાઠગ ઠગાઈ કર્યા બાદ મોંઘીદાટ કારોમાં મુંબઈ અથવા દમણ જતો હતો.

શું છે સમગ્ર મામલો : પ્રખ્યાત સીરીયલ રાધાકૃષ્ણમાં સપોર્ટિંગ રોલ કરનાર અહમદ રજાની સુરત રાંદેર પોલીસે ધરપકડ કરી છે. રજા એ અલગ અલગ દુકાનદારો પાસેથી છુટા આપવાના બહાને અનેક વાર છેતરપિંડી કરી છે. આ મહાઠગ પર બે, પાંચ કે દસ નહી 17 જેટલા ગુનાઓ પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યા છે. આરોપી માત્ર દુકાનદારોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતો હતો. આરોપી અહેમદ પહેલા તો દુકાને ટાર્ગેટ કરવા માટે દુકાનમાં જતો હતો અને ત્યાંના માલિક પાસેથી તમામ વિગતો પ્રાપ્ત કરી ટાર્ગેટ કરેલી દુકાનના માલિક પાસે જતો હતો. તેને જણાવતો હતો કે, બાજુમાં આવેલી ઓફિસમાં નોકરી કરું છું અને મોટા ઘરના નોટનું બંડલ જોઈએ છે. તમને નાની નોટનું બંડલ હું આપી જવું. આમ કહી તે બંડલ પડાવીને નાસી જતો હતો.

ભીમનું પાત્ર ભજવનાર ઠગબાજ
ભીમનું પાત્ર ભજવનાર ઠગબાજ

આરોપી દુકાનદારો સાથે છેતરપિંડી કરી નાસી જતો હતો. નશીલા પદાર્થનું સેવન કરી અન્ય શહેરોમાં 2થી 3 દિવસ સુઈ જતો હતો. આ મહાઠગ પર 17 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. તેમજ અન્ય 5 ગુનાઓ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે આરોપી પાસેથી રોકડ સહિત 1.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. - હર્ષદ મહેતા (DCB)

ઠગાઈ કરીને મુંબઈ અને દમણ : અનેક દુકાનદારો દ્વારા ફરિયાદ મળી હતી. જેના આધારે પોલીસ અમદની શોધખોળ કરી રહી હતી. આખરે અહમદની જ્યારે ધરપકડ કરવામાં આવી, ત્યારે અનેક ખુલાસાઓ પણ થયા છે. આરોપીએ જણાવ્યું હતું કે, તે વર્ષ 2017 18માં સ્ટાર ગ્રુપની ચેનલમાં આવતી રાધાકૃષ્ણ નામની પ્રખ્યાત ચેનલમાં ભીમ તરીકે પણ રોલ અદા કરી ચૂક્યો છે. આરોપી પાસેથી મોબાઇલ તેમજ 1.65 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહાઠક અહેમદ ઠગાઈ કરીને મુંબઈ અને દમણ જઈ મોજ શોખ કરતો હતો.

  1. Vadodara Crime : વડોદરામાં ડીઝલ પંપ સંચાલકો સાથે છેતરપિંડીના સંખ્યાબંધ મામલા, ઠગાઇનો ભોગ બનનાર બોલ્યાં
  2. Ahmedabad Crime : અમેરિકા જવા માટેની પરીક્ષા પાસ કરાવાના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ આચરનાર 3 શખ્સો ઝડપાયાં
  3. Rajkot Crime : દિલ્હી અંડર કવર સાયબર ક્રાઇમનો ઓફિસરના નામે છેતરપિંડી કરતો યુવક પકડાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.