ETV Bharat / state

Surat FOGVA Demand : વિવર્સને પૂરતી વીજળી આપવા માગ, ડીજીવીસીએલ અને જેટકો સાથે બેઠકમાં શું થયું જૂઓ - ટ્રિમ્પીંગની સમસ્યા

સુરતમાં વિવર્સને પૂરતી માત્રામાં વીજળી ન મળતા ભારે આક્રોશ જોવા મળ્યો છે. અનેક મુદ્દાઓને લઈ ફોગવા અને વિવર્સ એસોસિએશનની વીજળી વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ડીજીવીસીએલ અને જેટકો કંપનીના અધિકારીઓ સાથે આ બેઠક મળી હતી. જેમાં ફોગવા દ્વારા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

Surat FOGVA Demand : વિવર્સને પૂરતી વીજળી આપવા માગ, ડીજીવીસીએલ અને જેટકો સાથે બેઠકમાં શું થયું જૂઓ

author img

By

Published : Feb 11, 2023, 6:21 PM IST

ફોગવા અને વિવર્સ એસોસિએશનની વીજળી વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી

સુરત : ટેક્સટાઇલ હબ પણ ગણાતા સુરતમાં કાપડ ઉદ્યોગને પૂરતી માત્રામાં વીજળી ન મળતી હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી છે. જેને લઇને ફોગવા દ્વારા માગણી કરવામાં આવી છે કે લાંબા સમયથી ચાલતી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે. સુરતમાં વિવર્સને પૂરતી માત્રામાં વીજળી ન મળતા ભારે આક્રોશ જોવા મળ્યો છે ત્યારે આ સાથે અનેક મુદ્દાઓને લઈ વિવર્સ અને વીજળી વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. ફોગવા અને ડીજીવીસીએલ અને જેટકો કંપનીના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. જેમાં ફોગવા દ્વારા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

શા માટે મુશ્કેલી થઇ છે : વીજલાઈનમાં વારંવાર ફોલ્ટ અને પાવર સપ્લાયમાં ઝટકા મારવાના કારણે વીજ પુરવઠામાં મુશ્કેલી થઈ રહી છે. સુરત ,કિમ, કોસંબા, સાયણ સહિતના વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઝના લોકોને પાવર કટ,વીજ સપ્લાયમાં વારંવાર મુશ્કેલી પડતી હતી. અધિકારીઓએ બેઠકમાં વીજ પુરવઠો પુરા પાડવાની બાંહેધરી આપવામાં આપી છે. વિવર્સ દ્વારા છેલ્લા ઘણા સમયથી વીજળીની માંગ લને લઈ રજૂઆત કરવામાં આવી રહી હતી. બેઠકમાં વિવર્સ એસોસિએશન દ્વારા વીજળી વિભાગના અધિકારીઓને અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે કે આશ્વાસન બાદ પણ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો પોલિસ્ટર યાર્નમાં 12% GST દરના સરકારના નિર્ણયનો વિરોધ, ફોગવાએ આપી આંદોલનની ચીમકી

અધિકારીઓ સાથે મીટીંગ :સુરતના બે વિવર્સ એસોસિએશન દ્વારા ડીજીવીસીએલ અને જેટકો કંપનીના અધિકારીઓ સાથે મીટીંગ કરી ટ્રિમ્પીંગની સમસ્યા પાવર સ્ટેશન ટ્રાન્સફોર્મેશનની હાઈટ સહિતની સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. વિવર્સના બે સંગઠન સુરત વિવર્સ એસોસિએશન અને ફોગવા દ્વારા જેટકોના અધિકારી જે એમ રાઠોડ તેમજ ડીજીવીસીએલના અધિકારી એસ આર શાહ સાથે એક બેઠક કરવામાં આવી હતી. ખાસ કરીને સુરત રૂરલ એરિયામાં આવેલી ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને પાવર ટ્રિમ્પીંગ અને પાવર સપ્લાયના ધાંધિયાથી કંટાળી ગઈ છે.

ટ્રાન્સફોર્મરની હાઈટ પણ ઓછી : ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, નવા કનેક્શન માટેની અરજી પણ સમયસર પાસ કરવામાં આવતી નથી. જેને લઈને વેપારીઓ પરેશાન થઈ ગયા છે. અંગે અધિકારીઓ સામે અનેક રજૂઆત કરવાની સાથે અમે માંગણીઓ પણ કરી છે મુખ્ય સમસ્યા ટ્રિમ્પીંગ છે. જે દૂર થવી જોઈએ. અંડરગ્રાઉન્ડ નેટવર્કની સ્થાપના કરવામાં આવે તેમજ ટ્રાન્સફોર્મરની હાઈટ પણ ઓછી કરવામાં આવે.

આ પણ વાંચો ચીનથી આવતા મશીન પર પણ સરકાર પ્રતિબંધ મૂકે: ફોગવા

વેપારીઓનું કામકાજ જ બંધ રહે છે :સાથે તેઓએ જણાવ્યું હતું કે પાવર અપ ડાઉન અને વારંવાર ફોલ્ટને કારણે વેપારીઓનું કામકાજ જે બંધ રહે છે. તેની સમસ્યા થાય છે. જ્યારે નવા ફીડર બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં પાવર અપ ડાઉનને લઈને આગામી ફેબ્રુઆરી સુધી માટે સમસ્યા માટે યોગ્ય કામગીરી કરવામાં આવશે. ઉપરાંત નવા ફીડર માટે પણ યોગ્ય આયોજન કરવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.