- વધતી જતી આગની ઘટનાને લઈને યોજાઇ મોકડ્રિલ
- હોસ્પિટલમાં મોકડ્રિલની પ્રક્રિયા હાથ ધરાઈ
- મોકડ્રિલમાં ફાયરના સાધનોનો દર્શાવાયો ઉપયોગ
સુરત: શનિવારે વહેલી સવારે સુરત અડાજણ ફાયર સ્ટેશને અડાજણ વિસ્તારમાં આવેલી માલવિકા આંખની હોસ્પિટલમાં પેથોલોજી લેબોરેટરી & સ્કિન ક્લિનિકમાં એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ફાયર વિભાગ આગની ઘટનામાં કઇ રીતે કાર્યો કરે છે તે બતાવામાં આવ્યું હતું અને કઈ રીતે ઉંચી ઇમારતોમાં જ્યારે આગની ઘટનાઓ બને તો ફાયર વિભાગ કઈ રીતે આગને કાબૂમાં લે છે તે જોવામાં આવ્યું હતું. જો કે સુરતમાં દિવસેને દિવસે આગની ઘટનાઓ વધી રહી છે. આ માટે સુરત ફાયર વિભાગે આ મોકડ્રિલ હાથ ધરવામાં આવી હતી.
ફાયરના સાધનો કઈ રીતે ઉપયોગમાં લે તે પણ દર્શાવાયું હતુું
ફાયર વિભાગે એમ પણ કહ્યું કે, જો આગની ઘટના બને અને તમારી જોડે ફાયર સેફ્ટિના સાધનો હોય તો તમે કઈ રીતે તે સાધનનો ઉપયોગ કરવો તે પણ બતાવામાં આવ્યું હતું. કેમ કે જયારે આગની ઘટના બને ત્યારે ફાયર વિભાગને આવતા 10થી 15 મિનિટ જેવો સમય લાગે છે એટલા સમય દરમિયાન તમે પોતે પણ આગને કાબુમાં લઈ શકો છો. આથી સુરત ફાયર વિભાગે સાધનનો ઉપયોગ કઈ રીતે કરવું તે પણ બતાવ્યું હતું.