સુરત તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભીષણ આગને પગલે ફાયર વિભાગ સતર્ક થયું છે. ફાયર સેફ્ટી વિનાની તમામ સંસ્થાઓને નોટીસ ફટકારી હતી. તેમજ તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટીના સાધનો રાખવા તમામ સંસ્થાઓને જણાવવામાં આવ્યું હતું. છતાં કેટલીક સંસ્થાઓએ ફાયર સેફ્ટીના સાધનો રાખવાની તસ્દી લીધી નહોતી. જેથી ફાયર વિભાગે શ્રીજી આર્કેડમાં આવેલી ત્રણ વિંગની 344 જેટલી દુકાનો સહિત 48 ઓફિસોને સીલ કરી છે. જ્યાં સુધી ફાયર સેફટી ઉભી કરવામાં નહીં, ત્યાં સુધી સીલ ન ખોલવાની નોટીસ દુકાનો અને ઓફિસો પર ચોંટાડી છે.
ફાયર વિભાગની કડક કાર્યવાહીના પગલે અન્ય કોમ્પલેક્ષ ,મોલ અને શોપિંગ સેન્ટરોના સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.