સૌથી સાફ બીચમાં સુરતના ડુમસ સિવાય કેરળના કથઝાકુટ, ઓડિસ્સાના પુરી, ત્રિવેન્દ્રમ સામેલ છે. સૌથી ખરાબ બીચમાં કેરળ તામિલનાડુ અને મહારાષ્ટ્રના બીચનો સમાવેશ થાય છે. આ સર્વેમાં સમગ્ર દેશમાંથી 6984 જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. એના સિવાય 24 સંસ્થાઓ પણ જોડાઈ હતી. જેમાં ડુમસમાંથી કુલ 134 ટન કચરો એકઠો કરવામાં આવ્યો છે.
આવનાર દિવસોમાં ડુમસમાં સમુદ્ર કિનારે પ્લાસ્ટિકનો રાક્ષસ પણ મુકવામાં આવશે. જેથી લોકોને સ્વચ્છની ગંભીરતા ખબર પડશે. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક કચરાના નિકાલની પરીયોજનારો તેમજ રિસાઈકલ પરીયોજનાઓને કારણે આ શક્ય બન્યું છે.
આ સંદર્ભે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બચ્છાનિધિ પાનીએ ETV Bharatને જણાવ્યું હતું કે, આના માટે શહેરના લોકો જવાબદાર છે. તેમના વગર આ કાર્ય શક્ય ન હતું. લોકોના સહયોગથી જ શહેરની પ્રગતિ શક્ય બને છે. અમે દરેક જગ્યાએથી નીકળનાર કચરાના નિકાલ માટે યોજનાઓ બનાવી છે. તાપી નદીને પણ શુદ્ધ રાખવામાં આવે છે જેથી તેનો કચરો સમુદ્રમાં ન જઈ શકે. વધુમાં તેમણે કહ્યું કે, મહાનગરપાલિકા દ્વારા અવૈદ્ય રૂપથી પ્લાસ્ટિક વહેંચનાર અને ખરીદનાર પર બેન્ડ લગાવી દીધો છે. મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડના પ્લાસ્ટિકને જ વહેંચી કે ખરીદી શકાશે. એમાં લોકોનો પણ ઘણો સહયોગ મળ્યો છે. આવનારા દિવસોમાં સ્વચ્છતા સર્વેક્ષણને લઈને અમે લોકોની વચ્ચે જવાની તૈયારી કરી રહ્યા છે.