ETV Bharat / state

લોકડાઉનમાં સતત 36 કલાક એમ્બ્યુલન્સ ચલાવી સુરતના ડ્રાઈવરોએ તમિલનાડુના શ્રમિકનો મૃતદેહ પહોચાડ્યો - સુબ્બુરાજ

લોકડાઉનમાં સતત 36 કલાક સુધી એમ્બ્યુલન્સ ચલાવી સુરતના બે ડ્રાઇવરે એક શ્રમિકનો મૃતદેહ તામિલનાડુમાં રહેતા તિરુનેલવેલી તેના પરિવાર સુધી પહોંચાડી માનવતાની મહેક ફેલાવી છે. લોકડાઉન અને આટલા ધમધોકતા તાપમાં તિરુનેલવેલી સુધી લઈ જવા માટે જ્યારે કોઈ એમ્બ્યુલન્સ સેવા તૈયાર નહોતું ત્યારે સાઈ કૃપા એમ્બ્યુલસ સેવાના આ બન્ને ડ્રાઇવર આ ગરીબ શ્રમિક પરિવારના મોભીના મૃતદેહને લઈ તિરુનેલવેલી પહોંચ્યા હતા. સુરત એકલવાયું જીવન જીવતા આ શ્રમિકનું કોઈ સભ્ય પણ નહોતું, પરંતુ એમ્બ્યુલન્સના બંને ડ્રાઈવરોએ જાતે મૃતદેહને લઈ જઈ એક ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરો પાડ્યો હતો.

લોકડાઉનમાં સતત 36 કલાક એમ્બ્યુલન્સ ચલાવી

author img

By

Published : Apr 18, 2020, 5:47 PM IST

Updated : Apr 18, 2020, 7:51 PM IST

સુરતઃ તિરુનેલવેલી નગરનો રહેવાસી 58 વર્ષીય સુબ્બુરાજ સુરતના સચિન વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી એક ખાણીપીણીમાં કામ કરતો હતો. 12 એપ્રિલે ગુજરાતની એક હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ સુબ્બુરાજનું અવસાન થયું હતું. જેની મૃતકના પરિવારના સભ્યોને જાણકારી મળી હતી. પરંતુ લોકડાઉન અને આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ મૃતક સુબ્બુરાજનું શવ લેવા સુરત આવી શકે તેવી સ્થિતિ નહોતી. જેથી મૃતકની પત્નીએ રંગનાયગીએ પોતાના જિલ્લા કલેક્ટર શિલ્પા પ્રભાકર સતિષને અપીલ કરી હતી. તેમણે સહાય માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર સાથે વાત કરી હતી.

લોકડાઉનમાં સતત 36 કલાક એમ્બ્યુલન્સ ચલાવી તમિલનાડુ પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ સુરતના ડ્રાઈવરોએ પહોચાડ્યું
બદલામાં કલેકટરે કુટુંબને મદદ કરવા આસિસ્ટન્ટ કલેક્ટર શિવગુરુ પ્રભાકરને કામગીરી સોંપી. આખરે સુરત તંત્ર સાથે ચર્ચા બાદ લોકડાઉનમાં માત્ર એક જ સાઈ કૃપા એમ્બ્યુલન્સ સેવાએ સુબ્બુરાજનું શવ તિરુનેલવેલી તેના પરિવારને સોંપવા નિર્ણય કર્યો.ગુરુવારે ચાર દિવસની યાત્રા બાદ સુબ્બુરાજનો મૃતદેહ તિરુનેલવેલી પહોંચ્યો હતો. એમ્બ્યુલન્સના ડ્રાઇવર યુવરાજ અને અન્ય સાથીએ તામિલનાડુમાં પ્રવેશતા પહેલા ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી પસાર થઇ એમ્બ્યુલન્સમાં સતત 36 કલાક ચલાવી લગભગ 2,000 કિલોમીટરનો અંતર કાપ્યો હતો. બાદમાં મૃતદેહને પરિવારને અંતિમ સંસ્કાર માટે સોંપવામાં આવ્યો હતો. સુરતથી તિરુનેલવેલી અને ત્યારબાદ તિરુનેલવેલી સુરતની 4000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી આવેલા આ બન્ને ડ્રાઇવર એક જ કલાક બાદ અન્ય દર્દીને યુપી મોકલવા રવાના થઈ ગયા હતા.ડ્રાઇવર યુવરાજે જણાવ્યું હતું કે, સતત 36 કલાક બન્નેએ એમ્બ્યુલન્સ ચલાવી. જેથી સમય સર મૃતદેહ પરિવારને મળી જાય. પરિવારના લોકો વારંવાર આભાર માણી રહ્યા હતા. છેલ્લા 12 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે. લોકડાઉનમાં હાઈવેની તમામ હોટલો બંધ હોય છે, જેથી જમવાની વ્યવસ્થા પણ ન હતી ઘરેથી જે લઈ ગયા તે જ જમ્યુ અને હવે તામિલનાડુથી આવ્યા બાદ હું અને મારો સાથી ડ્રાઇવર એક કલાકમાં જ યુપી દર્દીને મુકવા રવાના થઈ રહ્યા છે. પરિવારે અમને મહેનતાણું આપવાની ઈચ્છા બતાવી પરંતુ અમે લીધા નથી.સાઈ ક્રુપા એમ્બ્યુલન્સ સેવાના સંચાલક બાબુ ભાઈએ જણાવ્યું હતું કે, તેમની 5 એમ્બ્યુલન્સ છે. વર્ષોથી સિવિલમાં આવનાર ગરીબ દર્દીઓ માટે સેવારત રહ્યા છે. ખાસ લોકડાઉનમાં મહારાષ્ટ્ર સુધી દર્દીને નિઃશુલ્ક લઈ જઈએ છે.

Last Updated : Apr 18, 2020, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.