સુરત: રખડતા શ્વાનએ તો હવે હોસ્પિટલને પણ મૂકી નથી. જોવા જઇએ તો, આ રખડતા શ્વાન એ લોકોને રાહત આપી છે. કારણ કે ત્યાં ને ત્યાં કરડે અને ત્યાં ને ત્યા સારવાર થઇ જાય. ખરેખર કહેવું અહીંયા મજાકમાં હતું. પરંતુ સારવાર કેન્દ્ર પર તો આ શ્વાન હેરાન કરી રહ્યા છે. સારવાર લેવા આવનાર લોકો હેરાન થશે. એક બીમારીથી તો પીડાઈ રહ્યા હશે. ત્યાં આ શ્વાન વધારે દર્દ આપશે. બીજીબાજુ સુરત તંત્ર પર અનેક સવાલો થઇ રહ્યા છે. સુરતમાં શ્વાનના કરડવાના કેસ સતત સામે આવી રહ્યા છે. છતાં ગોકળગાયની ગતિએ કામ થઈ રહ્યું છે.
શ્વાન આતંક યથાવત: નવી સિવિલ હોસ્પિટલમાં પણ આ જ પ્રકારે હોસ્પિટલના કેમ્પસમાં જ રખડતા શ્વાનનો આતંક જોવા રહ્યો છે. એક અઠવાડિયામાં હોસ્પિટલમાં સારવાર માટે આવનાર 5 થી 7 જેટલા દર્દીઓને બચકા ભર્યા હતા. જેને લઈને હોસ્પિટલ RMO ડોગ કેચિંગ ટીમને ફરિયાદ આપવામાં આવી હતી. આ ફરિયાદના આધારે આજરોજ ડોગ કેચિંગ ટીમ હોસ્પિટલ આવી પહોંચી હતી.
શ્વાનને પકડવામાં આવ્યા: હોસ્પિટલના જૂની બિલ્ડીંગના કેમ્પસમાંથી બે શ્વાનને પકડવામાં આવ્યા હતા. મહત્વની બાબત એ છે કે, હોસ્પિટલમાં રોજના હજારોની સંખ્યામાં લોકો સારવાર અર્થે આવતા હોય છે. આવા રખડતા શ્વાનો હોસ્પિટલના ગમે તે જગ્યા ઉપર બેઠા હોય છે. જેને જોઈ કેટલાક લોકો ગભરાઈ પણ જાય છે. જોકે આ પહેલા પણ ઘણી વખત આ શ્વાન જે તે વોર્ડમાં જતા રહે છે. અને તે વોર્ડમાં મૂકવામાં આવેલ સમાનને નુકસાન પહોંચાડતા હોય છે.
મૂકી દેવામાં આવશે: આ બાબતે ડોગ કેચિંગ ટીમ અધિકારી સોહમ શાહ એ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાંથી આરએમઓ દ્વારા ડોગની ફરિયાદ આપવામાં આવી હતી. આપણો જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે. રસીકરણનું અને હાલ હોસ્પિટલ માંથી બે શ્વાનને પકડવામાં આવ્યા છે. તેમનું રસીકરણ કરી કોર્ટના નિયમ અનુસાર તેમને પાંચ દિવસ બાદ ફરીથી અહીં મૂકી દેવામાં આવશે. આ કામમાં અમે જે શ્વાન પ્રેગનેટ હોય તેને અમે લોકો પકડતા નથી કારણ કે, તેઓને રસીકરણ આપ્યા બાદ રિએક્શન આવવાની શક્યતા વધુ હોય છે. જેને કારણે તેના બચ્ચાને પ્રોબ્લેમ આવી શકે છે. આ કોર્ટનો જ નિયમ છે. તે સિવાય અન્ય મેલ ફિમેલ અમે પકડીએ છીએ. જે વિસ્તારમાંથી ફરિયાદ આવે છે ત્યાં અમે જઈએ છીએ. એમાં રોજના કુલ 17 થી 18 શ્વાન પકડવામાં આવે છે.અમારી તમામ ઝોન પ્રમાણે ગાડી ફરતી હોય છે.
શ્વાને બચકા ભર્યા: બે મહિનામાં હોસ્પિટલના બે સર્વન્ટ, એક તબીબને શ્વાને બચકા ભર્યા હતા.આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો.કેતન નાયકે જણાવ્યું કે, અમારે રોજના હોસ્પિટલના રાઉડ મારવાના હોય છે. ત્યારે જ માનસિક વિભાગના તબીબો દ્વારા શ્વાન ને લઈને ફરિયાદ કરવામાં આવી હતી કે, અહીં ચાર થી પાંચ શ્વાનો છે. જેઓ ગમે ત્યાં આવીને બેસી જાય છે. તેમના ડરના કારણે પેસન્ટ પણ આવતા ઘબરાઈ રહ્યા છે. તે ઉપરાંત છેલ્લા એક અઠવાડિયામાં નહિ. પરંતુ બે મહિનામાં હોસ્પિટલના બે સર્વન્ટ, એક તબીબ ને શ્વાને બચકા ભર્યા છે. જેથી તેઓએ મને આ બાબતે જાણ કરી હતી અને મેં તાત્કાલિક આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. આજે હોસ્પિટલના જૂની બિલ્ડીંગ માંથી બે શ્વાનોને પકડવામાં આવ્યા છે. હજી પણ બે થી ત્રણ જેટલા શ્વાન પકડમાં આવ્યા નથી.