સુરત: શ્વાન ત્રાસને કારણે રાજ્યમાં અકાળે અવસાન પામતા કેસ વધી રહ્યા છે. સુરતમાં એક વૃદ્ધનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું છે. આ વૃદ્ધને ત્રણથી ચાર મહિના પહેલા શ્વાને બચકા ભર્યા હતા. તેથી એમના શરીરમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વૃદ્ધનું સોમવારે મોડી રાત્રે અવસાન થયું હતું. આટલી હદે ત્રાસ વધવા છતાં સુરત કોર્પોરેશન તંત્ર માત્ર કાગળ પરની વાતો કરી રહ્યું છે. મુદ્દો ઢોરનો હોય કે શેરીમાં રખડતા શ્વનનો, કોર્પોરેશનના પદાધિકારીઓ માત્ર બેઠકોમાં બાહુબલી બનીને માત્ર વાયદાઓ કરી રહ્યા છે. પ્રજા સુધી કોઈ પ્રકારે પરિણામલક્ષી કામ થતું નથી.
આ પણ વાંચો Surat Temperature : આકાશમાંથી અગનગોળા ઉતરતા હોય તેમ સુરતીઓ ગરમીમાં બોલી ઉઠે તોબા તોબા
દાખલ કરવામાં આવ્યો: નવી સિવિલ હોસ્પિટલમાં 62 વર્ષીય વૃદ્ધનું હડકવાના લક્ષણો સાથે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જેઓનું મોડી રાતે ટૂંકી સારવાર બાદ મોત થવાની ઘટના સામે આવી છે. 62 વર્ષીય જ્ઞાનસિંહ વસાવા જેઓને ગઈકાલે સવારે હોસ્પિટલમાં લાવામાં આવ્યા હતા. તેમનામાં હડકવાના લક્ષણો દેખાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમનું ગઈકાલે મોડી રાતે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. તેમને ત્રણ ચાર મહિના પહેલા શ્વાને બચકા ભર્યા હતા. પરંતુ તેમણે ત્યારબાદ કોઈ પ્રકારની સારવાર લીધી ન હતી જેથી તેમને હડકવા થઈ ગયો હતો.
મોડી રાતે દુઃખદ આવસાન: આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો.કેતન નાયકે જણાવ્યું કે,આપણી નવી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સવારે જ્ઞાનસિંહ વસાવા નામના 62 વર્ષીય વૃદ્ધને દાખલ કરવામાં આવ્યા હતા. તેમનામાં હડકવાના લક્ષણો દેખાતા હતા.તેઓ પાણીથી ગભરાતા પણ હતા. તેમને ચાર મહિના પહેલા ડોગ બાઈટ કરી ગયું હતું. ત્યારબાદ તેમને કોઈ પ્રકારની રસી લીધી નઈ હતી. ગઈકાલે દાખલ થાય હતા. તમે જાણો છો એમ એક વખત હડકવા થઈ ગયા બાદ વ્યક્તિ બચી શકે તેમ હોતો નથી. દુનિયામાં કોઈ એનો ઈલાજ નથી.જેથી ગઈકાલે તેમનું મોડી રાતે દુઃખદ આવસાન થયું છે. આ પ્રકારના લક્ષણો ધરાવતા લોકો ખાસ કરીને પાણીથી ભાગે છે. લોકોને કરડવા માટે પણ ભાગે છે. જો કોઈને ડોગ બાઈટ થાય તો તેની માટે આપણી હોસ્પિટલમાં 24 કલાક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.