સુરત: શહેરમાં ફરી એક વાર અકસ્માત સર્જાયો છે. જેમાં શહેરના પુણા ગામની કેવલ પાર્ક સોસાયટી મકાન નંબર 76 માં રહેતા ચિરાગ ભાઈ નાનજીભાઈ ગોહિલ ( ઉ.વ.26 )નામનો યુવાન પત્નિ સોનિકા સાથે પોતાની મોટર સાયકલ પર તથા બીજા મિત્રો સાહિલભાઈ ગૌતમભાઇ ગૌરવભાઇ પણ તેમની પત્ની સાથે મોટર સાયકલ પર ગલતેશ્વર મંદિર મહાદેવના દર્શન કરવા નીકળ્યા હતા. તે દરમિયાન કામરેજ વાવ જોખા રોડ પર ગામની સીમમાં સિકોતર માતાનાં મંદિર નજીકથી પસાર થતાં હતા.તે દરમિયાન અકસ્માત થયો હતો.
" ઘટનાની જાણ થતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ ઘટનામાં એકનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને કામરેજ પોલીસ દ્વારા હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે."-- હેમંતભાઈ (જોખા ગામના બીટ જમાદાર)
બેભાન થઇ ગયા: જોખા ગામ તરફથી પુર ઝડપે અને ગફલતભરી રીતે એક મોટર સાયકલ પર આવેલા બે યુવકોએ તેમની મોટર સાયકલ ચિરાગભાઈની મોટર સાયકલ સાથે ધડાકાભેર ભટકાવતા ચિરાગભાઇ પત્નિ સાથે રોડ પર પડ્યા હતા. જેમાં ચિરાગભાઈને મોઢા તથા માથામાં ગંભીર ઇજા થતા લોહી નીકળ્યું હતું અને બેભાન થઇ ગયા હતા. સોનિકા બેનને સામાન્ય ઇજા થઇ હતી. મોટર સાયકલ ભડકાવનાર બંનેને પણ ઇજા થઇ હતી. ત્રણેય ઇજાગ્રસ્તોને 108 મારફતે ખોલવડ દિનબંધુ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઇમરજન્સી વોર્ડ ટૂંકી સારવાર દરમિયાન ચિરાગભાઈનું મોત થયું હતું.
આ પહેલા પણ અકસ્માતનો કેસ બન્યો: અન્ય બનાવની વાત કરીએ તો બે દિવસ પહેલા ખોલવડ એન્જલ પેલેસના મકાન નં.ડી-202 માં રહેતા માનસીબેન અંકિતભાઇ ડોબરીયા ઉ.વ.28 આજે દિલીપભાઇ ગોંડલીયા સાથે બાઈક પર પીપોદરા ખાતે આવેલ મોગલ માતાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન કરી કીમ ચોકડી તરફ બાઇક પર આવવા માટે નીકળતા મુંબઇ અમદાવાદ ને.હા.નં-48 નાં મુખ્ય માર્ગ ઉપર પીપોદરા બ્રીજ ઉપર આવી બાઇક પર સવાર બંને લોકોને અડફેટમાં લીધા હતા. બાઇક પર સવાર બંને પૈકી માનસીબેન અંકિતભાઇ ડોબરીયા કામરેજને માથામાં તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થઈ હતી. માનસીબેનનું ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું.