સુરત : શહેરમાંથી હીરા સહિતની જ્વેલરી દેશ વિદેશમાં એક્સપોર્ટ થાય છે, પરંતુ રશિયા યુક્રેન યુદ્ધ અને ત્યારબાદ ચાઈનામાં આવેલા કોરોનાના કેસોને લઈને હીરા ઉદ્યોગ પર માઠી અસર પડી હતી. પરંતુ હવે બોર્ડર ખુલી જતા ચીનથી વેપારીઓ હોંગકોંગ આવી રહ્યા છે. હોંગકોંગમાં હીરાની માંગ વધી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જેનો સીધો લાભ સુરતના હીરા ઉદ્યોગને થશે કારણ કે, સુરતથી હીરા અને જ્વેલરીનો નિકાસ હોંગકોંગમાં થાય છે. હોંગકોંગથી ચાઇનાના વેપારીઓ આ ડાયમંડ અને જ્વેલરી ખરીદતા હોય છે.
માંગ હોંગકોંગમાં વધી: જેમ્સન જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટન ઝોન ચેરમેન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, પતલી સાઈઝના હીરાની માંગ હોંગકોંગમાં વધી છે. કારણ કે, છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાને લઈને બોર્ડર બંધ હતી. ચાઈનાના વેપારીઓ હોંગકોંગ અવર જવર કરી શકતા ન હતા, પરંતુ હવે નિયંત્રણો હળવા અને બોર્ડર ખુલી જતા માંગ વધી છે. આ ઉપરાંત એક્ઝીબીશન પણ આવી રહ્યું છે. જેથી વેપારીઓની અવર-જવર પણ થઇ રહી છે. જેને લઈને માંગ વધી છે. આ ઉપરાંત ચાઈનીઝ ન્યુયર પૂર્ણ થયા બાદ માર્કેટ પણ ઓપન થયું છે જેને લઈને ડિમાન્ડ વધી છે.
આ પણ વાંચો : Lab grown diamonds: લેબમાં હીરા કેવી રીતે બને છે, નિર્મલા સીતારમણે બજેટમાં આવા હીરા માટે શું કરી જાહેરાત
વેપારીઓ માટે ફાયદો : આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, ચાઈના મોટા ડાયમંડનું માર્કેટ કહી શકાય કારણ કે ચાઈનાના લોકોમાં સગાઈ કે લગ્નમાં પ્રથા મુજબ પોઈન્ટર રીંગ ગિફ્ટ કરતા હોય છે. તે લોકોની પ્રાથમિક જરૂરિયાત હતી. આ ઉપરાંત ફેન્સી જ્વેલરીની ડીમાંડ ચાઈના પૂરી પાડે છે, ત્યારે ચાઈના માટે પણ બોર્ડર ખુલી જતા ફાયદો થયો છે.
આ પણ વાંચો : Budget 2023 : લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ખાસ ફંડિગ, હીરા ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું
વર્ષે 26 ટકાનો વધારો : ઇન્ડિયાથી ચાઈનાનો એક્સપોર્ટ થતો હતો. તેમાં અંદાજે ગયા વર્ષે કરતા આ વર્ષે 26 ટકાનો વધારો થયો છે અને ડીમાંડ પણ વધી છે. તેમજ રશિયા યુક્રેન યુદ્ધને લઈને પરિસ્થિતિ ડાઉન થઇ હતી અને રફની અછત સર્જાઈ હતી, પરંતુ હવે હોંગકોંગના માર્કેટમાં હલચલ જોવા મળી રહી છે.