ETV Bharat / state

Surat News: અંબાણી પરિવારના પ્રસંગોમાં સુરતની દીકરીએ આપ્યો છે સ્વર, જાણો કોણ છે વૈશાલી

author img

By

Published : Jul 25, 2023, 10:23 AM IST

Updated : Jul 25, 2023, 1:10 PM IST

સુરત લગ્ન વિધિના રિવાજ દરમ્યાન વર્ષોથી ચાલી આવતી લગ્ન ગીત અને ફટાણા ગાવાની પરંપરા ધીરે ધીરે વિસરાતી જઈ રહી છે. હાલના આધુનિક સમયમાં ડી જે મ્યુઝિક સાથે પ્રસંગો ઉજવાય રહ્યા છે. ત્યારે સુરતના વૈશાલી ગોહિલ કે જેમણે વર્ષોથી ચાલી આવતા આ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું બીડુ ઉપાડ્યું છે. અને આ કાર્યથી તેમણે ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ લગ્ન પસંગોમાં ગુજરાતી લગ્ન ગીતો રજૂ કરી લોકોના દિલ જીત્યા છે.સોશિયલ મીડિયા પર નિતા અંબાણી પણ જેમની રીલ જોઈ પ્રભાવિત થયા. જેમણે, એન્ટિલિયામા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સગાઈ સમારોહમાં પર્ફોમન્સ કર્યું..

લોકગીત અને લગ્નગીત આ ગુજરાતના વારસા વૈભવને જીવંત રાખનાર વૈશાલી ગોહિલ, નિતા અંબાણી પણ જેમની રીલ જોઈ પ્રભાવિત થયા

લોકગીત અને લગ્નગીત આ ગુજરાતના વારસા વૈભવને જીવંત રાખનાર વૈશાલી ગોહિલ

સુરત: પ્રથમ વાર 108 ક્લાકારો એક જ મંચ પર આજ સુધી ભારત અને વિદેશમાં 1500થી વધુ શો. મહા સપ્તપદી દ્વારા પ્રથમ વાર 108 ક્લાકારો એક જ મંચ લાવનાર છે. સુરતના વૈશાલી હરીન ગોહિલ.સંગીત ક્ષેત્રે કોરસ સિંગર તરીકે પોતાની સફર શરૂ કરનારા સુરતનાં વૈશાલી ગોહિલ 8 વર્ષનાં હતાં ત્યારથી જ સંગીત શીખતાં હતા. તેમણે અભ્યાસ તો કોમર્સનો કર્યો અને સાથે સંગીત પણ શીખતા રહ્યાં. આ રીતે તેઓ કોઈને કોઈ ક્લા સાથે જોડાયેલા રહ્યાં પરંતુ તેમણે સંગીતને વ્યાવસાયિક રૂપ આપ્યું નહીં. લગભગ 38 વર્ષની વયે જ્યારે તેમની દીકરીઓ મોટી થઈ ગઈ અને તેઓ આંશિક રીતે જવાબદારીમાંથી મુક્ત થયા ત્યાર બાદ વૈશાલીબેને સંગીત તરફ પોતાનું ધ્યાન વધુ કેન્દ્રિત કર્યું.

જૂના ગીતો યાદ કરાવવાની ઝુંબેશ: ગુજરાતના વારસા વૈભવને જીવંત રાખવાના સપનાહાલ તેમના કર્ણપ્રિય અવાજ સાંભળતાં જ શ્રોતાઓ જાણે મંત્રમુગ્ધ થઇ જાય, જેમના લગ્નગીતો અને ફટાણા સાંભળી કાનોમાં મીઠુંમધુરું સંગીત ગૂંજી ઉઠે, ભલેને હાલના સમયમાં ગુજરાતીના આ પરંપરા વિસરાઈ રહી હોય પરંતુ ગુજરાતના વારસા વૈભવને જીવંત રાખવાના સપના સાથે સુરોની સફર શરૂ કરનાર આ છે વૈશાલી હરિન ગોહિલ. હાલની યુવા પેઢીને ભલે લગ્નગીત બોરિંગ લાગતા ફિલ્મી ગીતો પસંદ હોય પણ વૈશાલીએ આ નવી પેઢીને જૂના ગીતો યાદ કરાવવાની ઝુંબેશ ઉપાડી છે.

"નીતા અંબાણીએ સોશિયલ મીડિયા પર તેમનો લગ્ન ગીત સાંભળી રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના ગોળધાણામાં તેમની લગ્ન ગીત ગાવા આમંત્રિત કર્યા. અને જ્યારે વૈશાલીબેન અને તેમની ટીમે એન્ટેલીયામાં લગ્ન ગીત રજૂ કર્યા ત્યારે ત્યાં અંબાણી પરિવાર સહિત હાજર મહેમાનો પણ ઝૂમી ઉઠયા હતા"--વૈશાલીબેન ગોહિલે

ગીત ગાવાની પ્રેક્ટિસ: લગ્ન ગીત ગાવાની પ્રેક્ટિસ કરે છે.આજે ગુજરાત તથા દેશમાં અનેક લગ્ન પ્રસંગોમાં વૈશાલીબેન ને લગ્ન ગીતો ગાવા માટે આમંત્રિત કરવામાં આવે છે. પરંતુ આ સાથે જ તેઓ ઘર હોય કે રેસ્ટોરન્ટ જ્યાં પણ સમય મળે છે લગ્ન ગીત ગાવાની પ્રેક્ટિસ કરવાનો મોકો છોડતા નથી. તેમણે લગ્ન ગીત ગાવાની જ્યારે શરૂઆત કરી ત્યારે તેમની સાથે ચાર છોકરીઓની ટીમ હતી. પરંતુ આજે 14 થી 16 વ્યક્તિની ટીમ તેમની સાથે છે અને તેઓ જ્યારે પણ સમય મળે છે. ત્યારે તેમની સાથે લગ્ન ગીત ગાવાની પ્રેક્ટિસ કરે છે.

ગીતો એકત્ર: 13 વર્ષની ઉંમરથી તેમણે ક્લાસિકલ સંગીત શીખવાની શરૂઆત કરીમાતાના સંગીતના અધૂરા સપનાને સાકાર કરવા સાથે વૈશાલીબેનએ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કંઈક કરી છૂટવાની નેમ સાથે 13 વર્ષની ઉંમરથી તેમણે ક્લાસિકલ સંગીત શીખવાની શરૂઆત કરી હતી. પરંતુ જીવનના સંઘર્ષ ભર્યા સફરમા તેઓ તેમની ગાવાની કલાની સમય ફાળવી શક્યા ન હતા. જો કે લગ્ન બાદ ફરી તેમણે તેમના શોખને પૂરો કરવાની તક મળી અને ફરી ટ્રેનિંગ લઈ તેમણે લગ્ન ગીત ગાવાના શરૂ કર્યા. તેમની પાસે આશરે 400 થી પણ વધુ લોકગીત અને લગ્ન ગીત મળી ચૂક્યા છે તેઓએ ગૂગલ પર અને અન્ય તેમજ ગાયકોને સાંભળીને આ ગીતો એકત્ર કર્યા છે.

મદદરૂપ બન્યું સોશિયલ મીડિયા: કોઈપણ કાર્ય હોય તેની સિદ્ધ કરવા માટે પરિવારનો મહત્વપૂર્ણ ફાળો હોય છે તેવી જ રીતે વૈશાલીબેનના પરિવારમાં પણ તેમના પતિ હરીન ગોહિલે તેમના સંગીતની શોખને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. અને તેમના પતિના મિત્ર અશોક જસાણી સાથે મળી વર્ષ 2014માં તેઓએ વી આર વન ઇવેન્ટ કંપનીની સ્થાપના કરી લગ્ન ગીતો સાથે લોકો સુધી પહોંચ્યા.વૈશાલી બેને નાના મોટા પ્રસંગોમાં ગાવાની શરૂઆત તો કરી પરંતુ તેમની આ કલાને વધુમાં વધુ લોકો સુધી પહોંચવા મા સૌથી વધુ મદદરૂપ બન્યું સોશિયલ મીડિયા, તેઓએ તેમની ટીમ સાથે પ્રેક્ટિસ કરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા ગયા.

લગ્ન ગીત ગાવાની શરૂઆત: ક્રિત્યરે ગ્રુપ ચાર છોકરીઓથી શરૂ થયું હતું અને આજે ટીમમાં 14 છોકરીઓ છે. પરંતુ થોડા સમય પહેલા સુરતના એક મોટા ઉદ્યોગપતિ ના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન તેમણે 108 વ્યક્તિની ટીમ સાથે લગ્ન ગીતો રજૂ કરી સૌ કોઈને મંત્ર મુગ્ધ કર્યા હતાહાલના સમયમાં કોઈ પણ પ્રસંગ હોય સંગીતનું ખૂબ જ મહત્વ દેખાઈ રહ્યું છે. પરંતુ આ વચ્ચે લગ્નપ્રસંગે ગવાતા ગીતોનો ગુજરાતી વારસો અને પરંપરા વિસરાઈ રહી છે. ત્યારે પોતાના સુરીલા કંઠે વૈશાલીબેન નવી પેઢીની ફરી એકવાર સાંસ્કૃતિક વારસા તરફ વાળવાનું સરાહનીય કાર્ય શરૂ કર્યું છે. નવી પેઢી તેની ચોક્કસથી સ્વીકારશે તેઓ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.

  1. Surat News : કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા બન્ને નેતાઓ 24 કલાકમાં ઘરે પાછા ફર્યા
  2. Surat News : અમદાવાદ જેવી ઘટના ન બને તે માટે સુરત પોલીસે લગાવ્યા બ્રિજ પર પોસ્ટર, 1.09 લાખ ઓવરસ્પીડ વાહનોના ફોટા પાડ્યા

Last Updated : Jul 25, 2023, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.